Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ત્યારે સોનમને ઈર્ષા થતી હતી

ત્યારે સોનમને ઈર્ષા થતી હતી
IFM
નવોદિત અભિનેત્રી સોનમ કપૂર કિંગ ખાન પ્રત્યેની પોતાની દિવાનગીને પહેલા જ બતાવી ચૂકી છે. થોડા દિવસો પહેલા એક ઈંટરવ્યુમાં તેમને વીતેલા દિવસોને યાદ કર્યા. આ વખતે તેમણે એ રહસ્ય પણ ખોલ્યુ કે શાહરૂખ પછી એ લિયોનાર્ડો ડી કેપ્રિયોને પસંદ કરે છે. તેમના કહેવા મુજબ તેઓ જ્યારે 14 વર્ષની હતી ત્યારે લિયોનાર્ડોને પ્રેમ કરવા લાગી. ત્યારે તેમણે બાસ્કેટબોલ ડાયરીઝ નામની ફિલ્મ જોઈ હતી. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યુ કે એ જ્યારે છ વર્ષની હતી ત્યારે શાહરૂખને ખૂબ જ પસંદ કરતી હતી. ત્યારે એ કિંગ ખાનની ફિલ્મ 'દિવાના' જોયા કરતી હતી. જેમા શાહરૂખે બાઈક ચલાવી છે. 'દિલ્લી-6'ની હીરોઈને તો એ પણ કહ્યુ કે 'દિવાના' જોઈને તેમને દિવ્યા ભારતી પ્રત્યે ઈર્ષા થતી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે દિવાનામાં દિવ્યા ભારતીએ શાહરૂખની હીરોઈનની ભૂમિકા ભજવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati