Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 12 March 2025
webdunia

ડાયરેક્ટરને આમિરખાનનું નામ સૂચવી રહ્યો છે સલમાન

ડાયરેક્ટરને આમિરખાનનું નામ સૂચવી રહ્યો છે સલમાન
P.R

સલમાન ખાને સાઉથ ઈન્ડિયન ડાયરેક્ટર સિદ્દિકને 'બોડીગાર્ડ' આપીને બોલિવૂડમાં નામના અપાવી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા હતા અને સલમાન ખાન આ ડાયરેક્ટર સાથે ઘણો ખુશ હતો. હવે, સિદ્દિક નવી બોલિવૂડ ફિલ્મ બનાવવા માંગે છે અને ઈચ્છે છે કે સલમાન ખાન તેની સાથે કામ કરે. પણ ફિલ્મ વિશે જાણ્યા પછી સલમાન ખાનના મગજમાં કંઈક બીજો જ વિચાર આવ્યો.

સિદ્દિક અન્ય એક મનોરંજક ફિલ્મ બનાવવા વિશે વિચારી રહ્યા છે. તેમણે આ માટે પ્રોડ્યુસર શ્યામ બજાજને પણ મનાવી લીધા છે જેમણે સલમાન ખાન સાથે 'બંધન' જેવી ફિલ્મ કરી છે. સલમાને ફિલ્મ વિશે સાંભળ્યું અને તેના વિષયની પ્રશંસા પણ કરી. અલબત્ત, તેના માટે આ ફિલ્મ માટે તે પોતે યોગ્ય પસંદ નથી. ઉલ્ટાનું તેણે પોતાને બદલે આમિર ખાનને લેવાની સલાહ આપી.

સૂત્રએ જણાવ્યા અનુસાર, "સલમાનને લાગ્યું આ રોલ આમિર ખાનને વધારે સૂટ થશે. ઉપરાંત, તે અત્યારે એક થા ટાઈગર અને દબંગ 2 જેવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે."

સલમાન ખાને સિદ્દિકને એમ પણ કહ્યુ કે જો તે ઈચ્છે તો તે આમિર ખાન સાથે વાત પણ કરી શકે છે. જ્યારે બીજી બાજુ સિદ્દિક કહે છે કે હાલમાં ફિલ્મની કાસ્ટિંગ વિશે વાત કરવી ઉતાવળ ગણાશે. આ ફિલ્મ એક એક્શન-રોમેન્ટિક ફિલ્મ છે, જેમાં કોમેડી અને થ્રિલર પણ છે.

એક્શન-રોમાન્સ-હ્યુમર-થ્રિલર...બધુ એક જ ફિલ્મમાં....અમને લાગે છે કે આ ફિલ્મ તો આમિર કરતા સલમાનને જ વધારે સૂટ થશે.

Share this Story:

Follow Webdunia gujarati