Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીના એંડ લોલોના શૂટિંગ દરમિયાન સની લિયોન ઘાયલ

ટીના એંડ લોલોના શૂટિંગ દરમિયાન સની લિયોન ઘાયલ
અભિનેત્રી સની લિયોન પોતાની આગામી ફિલ્મ 'ટીના એંડ લોલો'માં એક એક્શન સીન કરતા ઘાયલ થઈ ગઈ, 'ટીના એંડ લોલો' એક એક્શન ફિલ્મ છે, જેમા બંને અભિનેત્રીઓ (સની અને કરિશ્મ તન્ના)એ ઘણા ભારે સ્ટંટ કરવાના છે,પ્ણ એક એવુ સ્ટંટ થોડુ ખોટુ થઈ ગયુ. સનીની પાંસળીઓમાં થોડો પ્રોબ્લેમ થયો છે અને ડોક્ટરે થોડાક દિવસ માટે શૂટિંગ ન કરવાની સલાહ પણ આપી છે જો કે સનીએ મુંબઈમાં સેટ પર શૂટિંગ માટે પહોંચવાના સમાચાર છે.

નિર્દેશક દેવાંગ ઢોલકિયાએ કહ્યુ, 'બંને યુવતીઓના એક્શન સીન દરમિયાન તેમની સુરક્ષા માટે પર્યાપ્ત ઉપાય કરવામાં આવી રહ્યા છે, પણ દુર્ભાગ્યરીતે સનીને વાગી ગયુ. અમને ખુશી છે કે વધુ ચિંતાની વાત નથી અને અમે તેમના વ્યવસાયિક વ્યવ્હારની પ્રશંસા કરી છે. બંને યુવતીઓએ પોતાના સ્ટંટ જાતે કરવા પર ભાર મુક્યો હતો તેથી અમે તેમના બચાવના વધુ ઉપાયો કર્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati