Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટાઈમ્સ સેલેબેકસની યાદીમાં અમિતાભ બચ્ચન અને આલિયા ટોચ પર

Amitabh Bachchan and Alia Bhatt take Top Position in Times Celebex

ટાઈમ્સ  સેલેબેકસની યાદીમાં અમિતાભ બચ્ચન અને  આલિયા ટોચ પર
, ગુરુવાર, 5 જૂન 2014 (13:46 IST)
ટાઈમ્સ સેલેબેકસ વેબસાઈટ સર્વેમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને નવોદિત અભિનેત્રી આલિયા ભટ્ટને ટોચનું સ્થાન મળ્યું છે.સર્વેક્ષણ દરમિયાન અમિતાભ બચ્ચન અર્જુન કપૂર સલમાન ખાન શાહરૂખ ખાન અને રણબીર કપૂરને તીવ્ર ટક્કર આપીને પહેલા સ્થાને પહોંચી ગયા હતા. 
 
એપ્રિલમાં કરવામાં આવેલા સર્વેમાં  અમિતાભ બચ્ચને 42, અર્જુન કપૂરને 39.5, સલમાન ખાન 39,  શાહરૂખ ખાન 34 અને રણબીર કપૂરને 30 અંક મળ્યા  હતા. ઉલ્લેખનીય છે કે સલમાન  ખાન અને શાહરૂખ ખાન કરતાં નવોદિત અર્જુન કપૂર વધારે અંક મેળવવામાં સફળ રહ્યો હતો. 
 
અભિનેત્રીઓમાં મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ પહેલા નંબરે રહી હતી. આલિયાને આ સર્વેમાં 45.5 અંક મળ્યા  હતા.જ્યારે દીપિકા પાદુકોણ ન39 અંક સાથે બીજા નંબરે રહેવા પામી હતી. કેટરિના કેફ 31 અંક સાથે ત્રીજા નરગિસ ફખરી 29 અંક સાથે અને કરિના કપૂર 28.5 અંક સાથે પાંચમાં નંબરે રહી હતી. 
 
ઉઅલ્લેખનીય છે કે ટાઈમ્સ  સેલેબેકસ ની યાદી બોલીવુડ સ્ટાર્સની ફિલ્મોની બોકસ આફિસ પર સફળતા ન્યુઝ કવરેજ સેલિબ્રિટી દ્વ્રારા આવેલી વિજ્ઞાપન તથા સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતાને જોઈને તૈયાર કરવામાં આવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati