Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'જેકપોટ' પર કાતર મારવાની જરૂર નથી - સની લિયોન

'જેકપોટ' પર કાતર મારવાની જરૂર નથી - સની લિયોન
ભારતીય ફિલ્મ પ્રમાણ અને સેંસર બોર્ડ દ્વારા ફિલ્મ 'જેકપોટ'નું ગીત... 'એક્ઝેટલી... ' પર રોક લાગ્યા બાદ ભારતીય મૂળની કનાડાઈ અભિનેત્રી સની લિયોને કહ્યુ છે કે તે આ એક પારિવારિક ફિલ્મ છે, અને તેના પર કાતર મારવાની જરૂર નથી

એવુ કહેવાય છે કે 32 વર્ષીય સની લિયોને 'જેકપોટ'માં થોડાક બોલ્ડ દ્રશ્ય આપ્યા છે, જે માટે સનીએ ફિલ્મના સંગીત લોંચ કાર્યક્રમમાં કહ્યુ, એ જોવાનુ સેંસર બોર્ડનું કામ છે કે વયસ્કો માટે શુ જોવુ યોગ્ય છે અને શુ નહી. સની લિયોને કહ્યુ, 'જેકપોટ 'એ'શ્રેણીની ફિલ્મ નથી, તેથી તેને ફિલ્મના વિષયને લઈને ગંભીર રહેવુ પડશે'

બીજી બાજુ ફિલ્મના નિર્દેશક કૈજાદ ગુસ્તાદ ફિલ્મમાં જાવેદ જાફરી પર ફિલ્માવેલ ગીત 'એગ્જૈક્ટલી.. ' પર સેંસર બોડ દ્વારા લગાવેલ રોકને લઈને બેચેન છે. ગુસ્તાદે કહ્યુ, 'મને સમજાતુ નથી કે ગીત પર રોક કેમ લગાવી.. આ એક કોમેડી ગીત છે, જેમા કોઈ એક વ્યક્તિ પર આક્ષેપ નથી લગાવવામાં આવ્યો, આ આખા દેશ વિશે છે... '

આ દરમિયાન ફિલ્મના અભિનેતા-નિર્માતા સચિન જોશીનુ માનવુ છે કે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમણે ગીત પર લાગેલ પાબંદી વિશે કહ્યુ, 'મને લાગે છે કે કોઈએ મારા વિરુદ્ધ ષડયંત્ર રચ્યુ છે'. આમ તો ગોવામાં ફિલ્માવેલ 'જેકપોટ'મા દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે પણ કામ કર્યુ છે, અને ફિલ્મ 13 ડિસેમ્બરના રોજ રજૂ થવાની છે.

Share this Story:

Follow Webdunia gujarati