Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જીતવા માટે રમે છે ખાન

જીતવા માટે રમે છે ખાન
IFM
આઈપીએલના હેઠળ શાહરૂખ ખાને કલકત્તા ક્રિકેટ ટીમને ખરીદવા માટે 300 કરોડ રૂપિયાથી વધુ બોલી લગાવી અને અધિકાર મેળવી લીધા. શાહરૂખ બીજા લોકોના મુકાબલે પોતાની ટીમના પ્રત્યે ખૂબ જ ગંભીર છે. જો કે હજુ સુધી ખેલાડીઓની પસંદગી નથી થઈ, પણ શાહરૂખે બીજી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

તેમણે બોલીવુડના પ્રસિધ્ધ ડ્રેસ ડિઝાઈનરોને બોલાવીને ટીમના ડ્રેસની ડિઝાઈનની જવાબદારી સોંપી છે. કહેવાય છે કે તેઓ પોતાની ટીમને માટે એક વિશેષ ગીત પણ બોલીવુડના જાણીતા સંગીતકાર પાસેથી તૈયાર કરાવી રહ્યા છે

શાહરૂખ કહે છે કે જો કોઈ ટીમ સાથે તેમનુ નામ જોડાયુ છે તો તેને જીતાડવા માટેના તેઓ બને તેટલા પ્રયત્નો કરશે. તેઓ તે દરેક વસ્તુ કરવા તૈયાર છે જેનાથી ખેલાડીઓનુ મનોબળ વધે અને તેઓ મેદાન પર સારું પ્રદર્શન કરે.

લાગે છે કે શાહરૂખ ખાન 'ચક દે ઈંડિયા' ના કબીર ખાનની જેમ પોતાની ટીમને વિજેતા બનાવવાના પ્રયત્નોમાં લાગી ગયા છે.

Share this Story:

Follow Webdunia gujarati