Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

છૂટાછેડા બાદ રિતિક અને સુઝેન ફરી એકવાર સાથે જોવા મળ્યાં

છૂટાછેડા બાદ રિતિક અને સુઝેન ફરી એકવાર સાથે જોવા મળ્યાં
મુંબઈ , મંગળવાર, 25 નવેમ્બર 2014 (15:04 IST)
બોલીવુડ સ્ટાર રિતિક રોશન અને સુઝેન ખાનના છૂટાછેડા થઈ ગયાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં પણ બન્ને તાજેતરમાં એક સાથે જોવા મળ્યાં હતા. જેને જોઈને બન્ને એકબીજાથી અલગ થઈ ગયા હોય તેમ બિલકુલ લાગતું નહોતું સુઝેંનની બહેન ફરાહ અલી ખાન તનિષ્ક સાથે મળીને દુકાન ખોલવા જતી હતી. જેમાં તેણે આ બન્ને પણ બોલાવ્યા હતા. 
 
આ ઈવેંટમાં સુઝાનના પરિવારના સભ્યો પણ હાજર હતા પિતા સંજય ખાન ,માતા ઝરીન ખાન ભાઈ જાયેદ ખાન અને ભાભી મલાઈકા પાસે આ પ્રસંગે ઉપસ્થિત હતા. 
 
સુઝેન આ પ્રસંગે બ્લૂ જિંસ તથા શર્ટ પહેર્યા હતા જયારે રિતિકે બલેક ટી-શર્ટ ,ઓરેંજ જીંસ તથા બ્લેક જેકેટમાં નજરે પડ્યો હતો. બન્ને એકબીજા સાથે વાતચીત કરતાં પણ નજરે પડ્યા હતા.ઉપરાંત બન્ને ખૂબ ખુશ પણ જણાતા હતા. 
 
ઉલ્લેખનીય છે કે ચાલૂ વર્ષે 31 ઓકટોબરના રોજ રિતિક અને સુઝેનના છૂટાછેડા થયાં હતા. જેમને રિહાન અને રિદાન નામના બે પુત્રો છે. રિતિક હાલમાં આશુતોષ ગોવારીકરની ફિલ્મ મોહન જો દડોમાં કામ કરી રહ્યો છે.    
 

Share this Story:

Follow Webdunia gujarati