Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોમેડી કરવી સહેલી નથી - દીપિકા

કોમેડી કરવી સહેલી નથી - દીપિકા
IFM
દીપિકા પાદુકોણનુ કહેવુ છે કે કોમેડી કરવી ખૂબ જ મુશ્કેલ છે, અને તેના માટે યોગ્ય ટાઈમિંગ અને મહેનતની જરૂર પડે છે. આવનારી ફિલ્મ 'હાઉસફુલ'મા તેઓ કોમેડી કરતી જોવા મળશે.

ઘણા એક્ટર્સનુ માનવુ છે કે કોમેડી રોલ ભજવવા સહેલા નથી અને દીપિકાનુ કહેવુ પણ એ જ છે. 'હાઉસફુલ'ના વખાણ કરતા દીપિકાનુ કહેવુ છે કે આ ફિલ્મમાં ઘણા એવા દ્રશ્ય છે, જેને કરતી સમયે કલાકારો માટે હસવાનુ રોકવુ મુશ્કેલ થઈ ગયુ હતુ. ખૂબ જ મુશ્કેલીથી તેમણે આ દ્રશ્યોનુ શૂટિંગ કર્યુ.

'હાઉસફુલ'ના ડાયરેક્ટર સાજિદ ખાન વિશે દીપિકા કહે છે કે તેમની ફિલ્મનુ શૂટિંગ કરવુ પિકનિક જેવુ છે. સેટ પર કોઈ પ્રકારનો તનાવ નથી રહેતો અને શૂટિંગ દરમિયાન બધા કલાકારોએ ખૂબ ધમાલ મચાવી. દીપિકા ઉપરાંત 'હાઉસફુલ'માં લારા દત્તા અને જિયા ખાન પણ છે.

Share this Story:

Follow Webdunia gujarati