Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેટરીનાએ ચમકતી ત્વચાનુ રહસ્ય બતાવ્યુ

કેટરીનાએ ચમકતી ત્વચાનુ રહસ્ય બતાવ્યુ
, બુધવાર, 25 ફેબ્રુઆરી 2015 (14:32 IST)
લોરિયલ પેરિસની બ્રાંડ એંમ્બેસેડર અભિનેત્રી કેટરીના કેફનુ કહેવુ છે કે મહિલાઓએ વય મુજબ પોતાની ત્વચા અને શરીરની દેખરેખ કરવી જોઈએ. પોતાની ત્વચાના પ્રત્યે બેદરકારી ન કરવી જોઈએ. 31 વર્ષીય કેટરીનાએ એક ઈમેલ ઈંટરવ્યુમાં જણાવ્યુ.."અમે અમારી ત્વચા પ્રત્યે બેદરકારી ન કરવી જોઈએ. ખાસ કરીને ત્યારે જ્યારે આપણે રોજ ધૂળ માટી અને પ્રદૂષણનો સામનો કરી રહ્યા હોય. આપણે યૂવી કિરણોથી આપણી ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીનની જરૂરિયાતને નજરઅંદાજ ન કરવી જોઈએ. 
 
કેટરીનાએ કહ્યુ, "હુ મારો ચેહરો તાજો અને ખિલતો રાખવા માટે દિવસભર ઘણી બધી તરલ વસ્તુઓ વિશેષ કરીને પાણી પીવુ છુ. હુ ઘરે પહોંચ્યા પછી મારો મેકઅપ જરૂર ઉતારુ છુ અને ઘરમાં રહેવા છતા ત્વચાને સૂકવવાથી બચાવવા માટે મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરુ છુ. કેટરીનાએ લોરિયલ માટે અભિનેત્રી લીઝા રે સાથે મળીને એક જાહેરાત શૂટ કરી છે. કેટરીનાનું કહેવુ છે કે લીઝા ખૂબ જ વ્યવસાયિક અને જિંદાદિલ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati