Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કિરણના વ્યવ્હારે આમિરને રડાવ્યો

કિરણના વ્યવ્હારે આમિરને રડાવ્યો
IFM
મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન ફિલ્મ 'ધોબી ઘાટ'ના શૂટિંગ દરમિયાન પત્ની કિરણ રાવથી એટલા પરેશાન થઈ ગયા કે છેવટે રડી પડ્યા.

આમિર ખાન પ્રોડક્શન અને કિરણ રાવની પ્રથમ ફિલ્મ 'ધોબી ઘાટ'નું શૂટિંગ શરૂ થતાની સાથે જ કિરણ અને આમિર વચ્ચે મતભેદ થઈ ગયો. કિરણના નિર્દેશનની રીત અને વ્યવ્હારથી આમિર ખૂબ જ દુ:ખી થયા અને ફિલ્મ છોડી દેવાના હતા.

વાત એમ હતી કે બંને વચ્ચે મતભેદ ત્યારે થયો જ્યારે આમિર પોતાની પત્નીને કોઈ શોટને લઈને સલાહ આપી રહ્યા હતા અને કિરણ તેને મહત્વ નહોતી આપી રહી. જો કે પછી બંને વચ્ચે સમજૂતી થઈ ગઈ.

ફિલ્મ 'ધોબી ઘાટ' શુક્રવારે દેશભરના સિનેમાઘરોમાં રજૂ થઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati