Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'કાઈપો છે'માં જોવા મળશે ગુજરાતની ઉત્તરાયણની ઝલક

'કાઈપો છે'માં જોવા મળશે ગુજરાતની ઉત્તરાયણની ઝલક
P.R
અભિષેક કપૂરની આગામી ફિલ્મમાં દર્શકોને જાણીતા લેખક ચેતન ભગતની બેસ્ટ સેલિંગ નોવેલ 'ધ 3 મિસ્ટેક્સ ઓફ માય લાઇફ'નું સિનેમેટિક વર્ઝન જોવા મળશે.

આ ફિલ્મને 'કાઇપો છે' નામ આપવામાં આવ્યું છે જેનું પહેલું લૂક તાજેતરમાં જ તેના પ્રોડ્યુસર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. રોની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રોય કપૂર દ્વારા પ્રોડ્યુસર થયેલી આ ફિલ્મમાં લીડ રોલમાં તમને ત્રણ ન્યુકમર્સ - અમિત સાધ, સુશાન્ત સિંઘ રાજપુત અને રાજ કુમાર યાદવ જોવા મળશે.

સુશાંતને દર્શકો ઝીટીવીની 'પવિત્ર રિશ્તા'માં, અમિત સાધને 'બિગ બોસ'માં જ્યારે રાજ કુમાર યાદવને 'રાગીની એમએમએસ' તેમજ 'શૈતાન'માં નિહાળી ચૂક્યાં છે.

પણ વાત કરીએ આ ફિલ્મના પોસ્ટરની તો તેમાં ગુજરાતના જાણીતા તહેવાર 'ઉત્તરાયણ'ની ઝલક જોવા મળે છે. જેમાં ત્રણ યુવાનો આ તહેવારની મજા માણતા દેખાડવામાં આવ્યા છે. આ ફિલ્મની વાર્તા અમદાવાદની પૃષ્ઠભૂમિમાં આકાર લે છે.

પોસ્ટરના રૂપમાં ફિલ્મનો પહેલો લૂક જોતાં તો તેમાં જોરદાર દમ હોય તેવું દેખાઇ રહ્યું છે. 'રોક ઓન' બાદ અભિષેક કપૂરની આ પહેલી ફિલ્મ છે. માટે 'રોક ઓન'ને મળેલી સફળતાના આધારે આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આશા રાખીએ કે ફિલ્મ પણ ચેતન ભગતના પુસ્તકની જેમ જ સફળતાના શિખરો સર કરે.

Share this Story:

Follow Webdunia gujarati