Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરીનાનો માતૃપ્રેમ

કરીનાનો માતૃપ્રેમ
N.D
માં જ મારી દુનિયા છે. સેફ અને મારી ન્યૂયોર્ક યાત્રાને ટાળવી તો કશું જ નથી, હુ તો તેમને માટે કંઈ પણ કરી શકુ છુ. યાત્રા આગળ વધારીને મેં માં ને શુ આપ્યુ, ફક્ત સમય અને મારો પ્રેમ જ આપ્યો અને એ જ તો એ માંગતી હતી. માં ની સેવામાં ઉક્ત શબ્દ પુષ્પ અર્પિત કર્યા છે બોલીવુડની હોટ-હોટ અભિનેત્રી કરીના કપૂરે. વાત એમ છે કે કરીના અને સેફ ગઈ 20મી એપ્રિલે રેંસિલ ડીસિલ્વા દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહેલી પોતાની ફિલ્મના શૂટિંગ માટે ન્યૂયોર્ક જઈ રહ્યા હતા.

ઉક્ત અનામ ફિલ્મનુ શૂટિંગ એક મહિના સુધી ચાલશે તેથી આ જોડીને ત્યાં સુધી ત્યાં જ રહેવાનુ હતુ. પરંતુ અચાનક કરીનાએ જવાની તારીખ આગળ વધારી દીધી, કારણ કે એ જ દિવસે કરીનાની મમ્મી બબીતાનો જન્મદિવસ હતો. તેણે એ દિવસની યાત્રા માત્ર જ સ્થગિત જ ન કરી પરંતુ સેફની સાથે પોતે આખો દિવસ માતા સાથે વિતાવ્યો.

કપૂર પરિવાર સાથે સંકળાયેલા સૂત્રો મુજબ બબીતાએ પોતાની વ્હાલી દિકરીને કહ્યુ પણ કે તેને શૂટિંગનુ નુકસાન ન કરવુ જોઈએ, પરંતુ કરીનાએ ન્યૂયોર્ક જવાને બદલે માંની સાથે રહીને તેમનો જન્મદિવસ ઉજવવાને વધુ મહત્વ આપ્યુ.

Share this Story:

Follow Webdunia gujarati