Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરિશ્મા કપૂરને હોટલમાં બોયફ્રેંડ સાથે જોઈને ભડક્યા તેમના ex-હસબંડ

કરિશ્મા કપૂરને હોટલમાં બોયફ્રેંડ સાથે જોઈને ભડક્યા તેમના ex-હસબંડ
મુંબઈ. , શુક્રવાર, 8 જુલાઈ 2016 (12:39 IST)
બોલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને બિઝનેસમેન સંજય કપૂરના છુટાછેડા થઈ ચુક્યા છે. પણ સંજયે પોતાની પૂર્વ પત્નીનું કોઈ બીજા સાથે ફરવુ હજુ પણ મંજૂર નથી. 
 
ઉલ્લેખનીય છે કે થોડા અઠવાડિયા પહેલા સંજય પોતાના કેટલાક મિત્રો સાથે લંડનમાં ડિનર કરી રહ્યા હતા. આ દરમિયાન કરિશ્મા પણ એ જ રેસ્ટોરેંટમાં પોતાના કથિત બોયફ્રેંડ સંદીપ તોષનીવાલ સાથે પહોંચી ગઈ. જે સંજયને ગમ્યુ નહી.  આ જોઈને તે સૌની સામે કરિશ્મા પર ગુસ્સે થઈ ગયો. 
 
સંજયના ફ્રેંડ્સે તેને સમજાવ્યુ કે હવે તેનો અને કરિશ્માના છુટાછેડા થઈ ચુક્યા છે. તેથી તેણે શાંત થઈ જવુ જોઈએ. આ મામલે કરિશ્મા કે સંજય તરફથી કોઈ ઑફિશિયલ સ્ટેટમેંટ આપવામાં આવ્યુ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવ્યંકા ત્રિપાઠી(ઈશિતા)ના લગ્ન - જુઓ પીઠી ચોળવાના રિવાજના ફોટો