Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કંગનાને મળ્યો પ્રથમ ખાન

કંગનાને મળ્યો પ્રથમ ખાન
IFM

છેવટે 'ગેંગસ્ટર' કન્યાને એક સ્ટાર ખાન સાથે કામ કરવાની તક મળી જાય તેવા સંજોગો ઉભા થયા છે.

ચર્ચા છે કે કંગના રાણાવતને સલમાન ખાનની સાથે એક ફિલ્મમાં હીરોઈન તરીકે રોલ મળી ગયો છે. ફિલ્મનુ નામ હજુ સુધી નક્કી નથી થયુ, પરંતુ તેનુ નિર્દેશન મહેશ માંજરેકર કરશે.

કહેવાય રહ્યુ છે કે આ ફિલ્મ થોડી કોમેડી અને થોડી યથાર્થવાદી રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મની નાયિકાને માટે માંજરેકર અને સલમાન, બંને કોઈ એવી અભિનેત્રી શોધી રહ્યા હતા જે મર્મસ્પર્શી અભિનય કરી શકે અને ગ્લેમરસ પણ દેખાય. 'વો લમ્હે' અને 'ફેશન' જેવી ફિલ્મોમાં કંગનાનુ કામ આ કસોટીને પાર કરી ચુક્યુ છે.

ચર્ચા તો એ પણ છે કે આ ફિલ્મ માંજરેકરની અગાઉની મરાઠી ફિલ્મ 'શિક્ષણાચા આઈચા ઘો'ની હિન્દી રિમેક છે.

તો તૈયાર રહેજો સલમાન-કંગનાની હોટ જોડી જોવા માટે.

Share this Story:

Follow Webdunia gujarati