Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એવલિન શર્મા હવે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે (જુઓ હોટ શોટ)

એવલિન શર્મા હવે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે (જુઓ હોટ શોટ)
મુંબઈ : , શનિવાર, 19 એપ્રિલ 2014 (14:21 IST)
બોલિવૂડની નવોદિત અભિનેત્રી એવલિન શર્મા હવે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરવા માટે ખૂબ આતુર છે. 2012માં પ્રદર્શિત થયેલી ફિલ્મ સિડની વીથ લવથી બોલિવૂડમાં પ્રવેશ કરનારી એવલિન શર્માએ યે જવાની હે દીવાની, યારિયાં અને તાજેતરમાં જ રજૂ થયેલી ડેવિડ ધવનની મેં તેરા હીરો જેવી હીટ ફિલ્મમાં સહ કલાકાર તરીકે કામ કર્યું છે.
 
 
webdunia

જર્મનીની જાણીતી મોડલ-અભિનેત્રી એવલિન શર્મા હવે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરવા જઈ રહી છે. એવલિન શર્મા હસનૈન હૈદરાબાદવાલાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ડંકમાં કામ મુખ્ય અભિનેત્રીના પાત્રમાં નજરે પડશે.
 
 
webdunia

એવલિને પોતાના પહેલા લીડ રોલ અંગે જણાવ્યું હતું કે, બોલીવૂડે ગત બે વર્ષો દરમિયાન તેને ઉત્સાહપૂર્વક વધાવી છે. અહીંયા એક કલાકાર તરીકે હું પરિપકવ બની છું. ડંકનો પ્રસ્તાવ મારી પાસે બિલકુલ યોગ્ય સમય પર જ આવ્યો છે. કેમકે મને બિલકુલ અલગ પ્રકારની શૈલી સાથે પ્રયોગ કરવાનો પૂરો ભરોસો છે અને હું મારા ખભા પર સમગ્ર પર ફિલ્મની જવાબદારી લઉ છું. હું આ અંગે ખૂબ જ ઉત્સાહિત છું. કેમકે આ ફિલ્મ અંગત અને વ્યવસાયિક રૂપે એમ બંને રીતે મારા માટે નવા દ્વાર ખોલશે.

Share this Story:

Follow Webdunia gujarati