Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એજંટ વિનોદમાં કરીનાનું આઈટમ સોંગ... બીક ગઈ હુ મે.. (વીડિયો)

એજંટ વિનોદમાં કરીનાનું આઈટમ સોંગ... બીક ગઈ હુ મે.. (વીડિયો)
P.R

હોટ આઇટમ સોંગ કહો કે, ગમે તે કહો, મોટી ફિલ્મમાં કરીના, કેટરીના જેવી હોટ એક્ટ્રેસનું એક હોટ સોંગ મૂકીને લોકોને દિવાના કરવાનો ટ્રેન્ડ જબરજસ્ત જોર પકડી રહ્યો છે. આ ટ્રેન્ડમાં કરીના એજન્ટ વિનોદમાં એટલું દમદાર સોંગ લઈને આવી રહી છે કે, ફિલ્મના પ્રમોશનના મહત્વના સ્ટેજ પર સૈફ અલીએ ફિલ્મનો સૌથી મહત્વનો પાર્ટ ગણવામાં આવતા સોંગને જ પ્રમોટ કરી દીધું છે.

આજે બપોરે જ યુ-ટ્યૂબ ઉપર રિલિઝ કરેલો સોંગનો પ્રોમો જોઇને કોઈ પણ કહેશે કે બેબો યુ આર સચ અ હોટ કેક. તરત જ ઇન્ટરનેટના મહાસાગર પર કમેન્ટ્સ શરૂ થઈ ગઈ હતી. વિવેચકોનું કહેવું છે કે, ચીકની ચમેલી કેટરીનાએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી છે ત્યારે એજન્ટ વિનોદ માટે પણ સૈફીના બંને મળીને પોતાના લગ્ન પહેલા એક જોરદાર હીટના સપનાં જુએ તો નવાઈ નહીં.

આ સોંગના શબ્દો કંઈક આવા છે, “ફૈંકે નઝર કે સિક્કે ઉસને, બીક ગઈ હું મૈં“. પ્રોમો જોઇને તો એવું લાગે છે કે, મિસ. કરીના નઝરના સિક્કા ફેંકી રહી છે અને દર્શકો એના મોહમાં વેચાઈ જાય તો નવાઈ નહીં. જ્યાં સુધી સોંગના મ્યુઝિકનો સવાલ છે ત્યાં સુધી સંગીતકાર પ્રિતમે થોડી આઘીપાછી કરી હોય તેવું જણાય છે.

પ્રોમોમાં જેટલું સોંગ સંભળાય છે એના પરથી એટલો તો ખ્યાલ આવે છે કે, અમર-અકબર-એન્થની ફિલ્મની કવ્વાલી “પરદા હૈ પરદા” યાદ આવી જાય છે, જ્યારે ફિલ્માંકનમાં ઐશ્વર્યાનું “કજરા રે” યાદ આવી જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati