Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ પાકિસ્તાની અભિનેત્રી શાહરૂખ સાથે બોલીવુડમાં કરશે એંટ્રી

આ પાકિસ્તાની અભિનેત્રી  શાહરૂખ સાથે બોલીવુડમાં કરશે એંટ્રી
મુંબઈ. , મંગળવાર, 16 ડિસેમ્બર 2014 (16:41 IST)
પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન બોલીવુડમાં એંટ્રી કરી રહી છે. જાણવા મળ્યુ છે કે બોલીવુડમાં માહિરાનો ડેબ્યુ શાહરૂખ ખાન સાથે થશે. ઉલ્લેખનીય છેકે આ પહેલા પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન. એક્ટ્રેસ હમૈમા મલિક પણ હિન્દી ફિલ્મોમાં પોતાનુ નસીબ અપનાવી ચુકી છે. 
 
માહિરા ખાન પણ હુમૈમા મલિકની જેમ વર્ષ 2011માં આવેલ પાકિસ્તાની ફિલ્મ 'બોલ' થી લાઈમલાઈટમાં આવી હતી. થોડા દિવસો પહેલા માહિરાની ધારાવાહિક 'હમસફર' હિન્દુસ્તાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી. તે ગયા મહિને મુંબઈ પણ આવી હતી અને નિર્માતા રિતેશ વાધવાની. ફરહાન અખ્તરે તેને ફિલ્મ 'રઈસ' માટે સાઈન કરી. 
 
ફિલ્મ 'રઈસ' નુ નિર્દેશન રાહુલ ઢોલકિયા કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક ડોનના પાત્રમાં જોવા મળશે અને નવાજુદ્દીન સિદ્દીકી પોલીસની ભૂમિકામાં હશે. માહિરાએ પોતાના કોલેજના દિવસોની મિત્ર અલી અસકરી સાથે લગ્ન કર્યા છે અને તે કરાંચીમાં રહે છે.  

Share this Story:

Follow Webdunia gujarati