Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આલિયા ભટ્ટને 11 વર્ષની વયમાં જ શાહિદ કપૂર સાથે પ્રેમ થઈ ગયો હતો

આલિયા ભટ્ટને 11 વર્ષની વયમાં જ શાહિદ કપૂર સાથે પ્રેમ થઈ ગયો હતો
મુંબઈ , મંગળવાર, 22 જુલાઈ 2014 (11:49 IST)
. બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને અભિનેતા શાહિદ કપૂર પ્રત્યે પ્રેમ છે. જોકે આલિયા અને શાહિદને ક્યારેય એકસાથે જોવામાં નથી આવ્યા. પણ આલિયાએ પોતે આ સ્વીકાર્યુ છે કે તે શાહીદની ખૂબ પ્રશંસક છે. એટલુ જ નહી તેણે 11 વર્ષની વયે જ શાહિદ સાથે 'ઈશ્ક' થઈ ગયો હતો. 
 
ફિલ્મ નિર્માતા નિર્દેશક વિકાસ બહલની ફિલ્મ શાનદારમાં આલિયા અભિનેતા શાહિદ કપૂરની સાથે કામ કરી રહી છે. આલિયાએ કહ્યુ કે હુ શાહિદ કપૂરની ખૂબ મોટી પ્રશંસક છુ. હુ 11 વર્ષની વયની હોઈશ જ્યારે ગેઈટી ગેલેક્સી(મુંબઈ)સિનેમાઘરમાં શાહિદની ફિલ્મ 'ઈશ્ક વિશ્ક' જોઈ હતી.  હુ ત્યારથી તેમની પ્રશંસક છુ. તે ખૂબ સારા અભિનેતા છે અને મે સાંભળ્યુ છે કે તે ખૂબ મદદરૂપ પણ છે.  
 
 
આલિયાએ અત્યાર સુધી જે પેઢીના અભિનેતાઓની સાથે ફિલ્મો કરી છે શાહિદ એ પેઢીથી આગળના છે. આલિયાએ પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યુ કે તમે ભૂલી ગયા કે મેં રણદીપ હુડ્ડા સાથે હાઈવે  કરી છે. પણ હા તેને છોડીને મે અત્યાર સુધી મારી વયના અભિનેતાઓની સાથે કામ કર્યુ છે. પણ એવુ નથી કે શાહિદ, વરુણ ધવન, અર્જુન કપૂર કે સિદ્ધાર્થ મલ્હોત્રાથી અલગ છે. તે એક ખૂબ જ બિંદાસ વ્યક્તિ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati