Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આમિર ખાને રિક્ષા ડ્રાઈવરના પુત્રના લગ્નમાં હાજરી આપી

આમિર ખાને રિક્ષા ડ્રાઈવરના પુત્રના લગ્નમાં હાજરી આપી
P.R
આમિર ખાને ફરી એકવાર સાબિત કરી દીધુ છે કે તે ખરેખર પોતાના વાયદાનો પાક્કો છે. પોતાનું વચન પાળવા માટે આમિર ખાન ગઈકાલે વારાણસીમાં એક રિક્શા ડ્રાઈવરના દીકરાના લગ્નમાં વિનમ્ર હાજરી આપીને આવ્યો હતો.

વરરાજો રાજીવ તો પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો કરી શક્યો જ્યારે તેણે આમિર ખાનને પોતાના લગ્નમાં જોયો. રિક્શા ડ્રાઈવર રામલખન પાસવાનના દીકરા રાજીવ માટે તો આ કોઈ સપના જેવું જ હતું.

અહેવાલો અનુસાર, નથુનીના નામે ઓળખાતો રામલખન આમિરને 2009માં મળ્યો હતો. આ સમયે આ તેણે આમિર પોતાની ફિલ્મ '3 ઈડિયટ્સ'ને પ્રમોટ કરવા માટે વેશબદલો કરીને ફરી રહ્યો હતો. લખને આમિરને તેની નાનીનું ઘર શોધવામાં મદદ કરી હતી. તેનો આભાર માનવા માટે બદલામાં આમિરે પોતાની ફિલ્મ '3 ઈડિયટ્સ'નાં પ્રીમિયર માટે લખનને મુંબઈ આવવા માટેની ખાસ એર-ટિકીટ મોકલાવી હતી.

નાથુનીએ અખબારને જણાવ્યા અનુસાર, "પહેલા તો આમિરે વીડિયો સીડી દ્વારા પોતાના આશીર્વાદ મોકલવાના હતાં પણ અંતે તેઓ જાતે મારા દીકરાના લગ્નમાં આવ્યા હતાં."

આમિરના આવવાથી પાસવાન પરિવાર તો સાતમાં આસમાને પહોંચી ગયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati