Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં પીકેનો ભારે વિરોધ ,ટોકીઝ પર હુમલો

અમદાવાદમાં પીકેનો ભારે વિરોધ  ,ટોકીઝ પર હુમલો
અમદાવાદ , સોમવાર, 29 ડિસેમ્બર 2014 (16:56 IST)
હિન્દુ દેવી-દેવતાઓને લઈને પીકે ફિલ્મનો આજે ભારે વિરોધ થયો છે. અમદાવાદમાં બજરંગ દળે પીકે ભારે 
વિરોધ કરાયો છે. 
 
સવારે બજરંગદળના કાર્યકરોએ પીકે ફિલ્મના વિરોધ કરતા આશ્રમ રોડ પર આવેલી શિવ સિનેમામાં ભારે તોડફોડ 
કરી હતી. પચાસેક કાર્યકરોએ પીકે ફિલ્મના પોસ્ટર ફાડયા હતા અને ટોકીઝના ગ્લાસ તોડયા હતા.ફિલ્મનો વિરોધ કરતા કાર્યકરોનું ટોળું એટલું ઉશ્કેરાઈ ગયું હતું કે ટોકીઝની વીંડો પણ તોડી નાખી હતી.હાથમાં લાકડીઓ અને પાઈપો સાથે થીયેટર પર પહોંચેલા ટોળાએ ભારે આર્થિક નુકશાન પહોંચાડયું હતું. 
 
શીવ ટોકીઝમાં તોડફોડ કર્યા પછી બજરંગ દળના કાર્યકરો બરાબર સામે આવેલી સીટી ગોલ્ડ ટોકીઝમાં પહોંચી ગયાં. હતા અને ત્યાં પણ તોડફોડ શરૂ કરી હતી. શીવની જેમ સીટી ગોલ્ડમાં પણ પીકે ફિલ્મના પોસ્ટર ફાડીને ભારે તોડફોડ કરી ટોકીઝને નુકશાન પહોંચાડયું હતું. 
 
આમિરખાનના વિરોધ કરતા કાર્યકરોનું કહેવું હતું કે  પીકે ફિલ્મમાં હિન્દુ દેવી દેવતા વિરૂદ્ધ ડાયલોગ લખવામાં આવ્યા છે એટલું જ નહી પણ તેમને ખરાબ રીતે ચીતરવામાં આવ્યા છે . અમે આ સાંખી નહી લઈને અને જયાં જયાં ફિલ્મ રીલીઝ  કરાઈ છે ત્યાં તેનો વિરોધ કરીશું. 
 
ઉલ્લેખનીય છે કે યોગ ગુરૂ બાબા રામદેવ   પણ પીકે ફિલ્મનો વિરોધ કર્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati