Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અક્ષય કુમાર : ધ ડેયરડેવિલ

અક્ષય કુમાર : ધ ડેયરડેવિલ
IFM
વાત જ્યારે ખતરનાક સ્ટંટ્સની આવે તો અક્ષય કુમાર બોલીવુડના અન્ય હીરો કરતા મીલો આગળ છે. જેટલો વધુ ભય હોય, ચેલેંજ હોય એટલી અક્ષયને મજા આવે છે.

'કમબખ્ત ઈશ્ક'ના શૂટિંગ દરમિયાન અક્ષયે જ્યારે હોલીવુડ સુપરસ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનને જણાવ્યુ હતુ કે તેમણે વગર કોઈની મદદે પોતે ખતરનાક સ્ટંટ્સ કર્યા છે ત્યારે સિલ્વેસ્ટર પણ આશ્વર્યમાં પડી ગયા હતા.

પત્ની ટ્વિંકલના કહેવાથી અક્ષયે હવે જોખમ લેવાનુ ઓછુ કરી નાખ્યુ છે, પરંતુ ક્યારેક તેઓ ખુદ પર કાબૂ નથી રાખી શકતા.

થોડા દિવસો પહેલા 'હાઉસફુલ'ને માટે એક જોખમ ભર્યુ સ્ટંટ અક્ષયે વગર કોઈની મદદે કર્યુ. એક સીનમાં અક્ષયને એક બાલ્કનીમાંથી બીજી બાલ્કનીમાં કૂદવાનુ હતુ. નીચે પડવાનો ભય હતો. તેથી પહેલા તો ડુપ્લિકેટ પર આ સીન ફિલ્માવવાની વાત થઈ, પરંતુ અક્ષય અડી ગયા.

જ્યારે યૂનિટના લોકોએ અક્ષયની વાત માની તો અક્ષયે એવુ કહીને તેમની ચિંતાને વધુ વધાવી દીધી કે તેઓ કેબલ વાયર વગર આ સ્ટંટ પરફોર્મ કરશે. અક્ષયે સૌની વાતને ટાળી અને હંમેશની જેમ સફળતાપૂર્વક પોતાનુ સ્ટંટ પુરૂ કર્યુ.

Share this Story:

Follow Webdunia gujarati