Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અક્ષય કુમારને ફાઈન થયાની વાત ખોટી

અક્ષય કુમારને ફાઈન થયાની વાત ખોટી
પાછલાં દિવસોમાં એક સમાચાર આવ્યાં હતાં કે કેનેડામાં 'થેંક્યુ' ફિલ્મની શુટિંગ દરમિયાન અક્ષય કુમારે એક પોલીસની કારને પોતાની કાર વડે ટક્કર મારી હતી અને તેમને દંડ ભરવો પડ્યો હતો. યુનિટવાળાઓએ તેને સમજાવ્યો પણ પરંતુ તે માન્યો નહિ, જો કે તેણે આ ભારતીય સુપરસ્ટાર પાસે ફોટો જરૂર પડાવ્યો હતો.

આ ઘટનાના સમાચાર મળતાં જ નિર્દેશક અનીસ બઝ્મીના મિત્રોએ તેમને ફોન લગાવીને પુછ્યું તો અનીસ એકદમ હેબતાઈ ગયાં. તેમણે આ પ્રકારની કોઈ પણ ઘટના નથી બની તેવું જણાવ્યું.

ફિલ્મ પ્રોડક્શન યુનિટના એક સીનિયર મેમ્બરે કહ્યું કે, વિદેશમાં શુટિંગ ચાલતું હોય તો ગમે ત્યાંથી ગમે તે સમાચાર આવી જાય છે. જેના મનમાં જે આવ્યું તે લખી દિધું. આવું કંઈ પણ નથી થયું. કારમાં બેસીને અક્ષય કુમાર પર કોઈ પણ દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું નથી અને આ કોપ ક્યાંથી આવી ગયો ?

Share this Story:

Follow Webdunia gujarati