Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અક્ષય કુમારને પંજાબ પ્રત્યે આટલો પ્રેમ ?

અક્ષય કુમારને પંજાબ પ્રત્યે આટલો પ્રેમ ?
P.R

રાજીવ હરિઓમ ભાટિયા નામના પંજાબી યુવકે ક્યારેય નહીં વિચાર્યું હોય કે એક દિવસે તે બોલિવૂડ સુપરસ્ટાર બનશે. પંજાબનો આ સુપરસ્ટાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અક્ષય કુમારના નામે ઓળખાય છે. અક્ષયને પોતાનો પંજાબી હોવાનો ગર્વ છે અને પોતાની ફિલ્મોમાં પંજાબની સમૃદ્ધિને દેખાડવાનો પૂરતો પ્રયાસ કર્યો છે.

બધાને ખબર છે કે અક્ષયની મોટાભાગની ફિલ્મો પંજાબના બેકડ્રોપમાં બનેલી હોય છે અને તેનું માનવું છે કે તેની સફળતામાં તેના બેકગ્રાઉન્ડનો મહત્વનો ફાળો છે.

અક્ષયની આવનારી ફિલ્મ 'સ્પેશિયલ ચબ્બીસ' તેના વતન દિલ્હી અને પંજાબમાં શૂટ થશે. અક્ષયે થોડા સમય પહેલા જ કબૂલાત કરી હતી કે તે દિલથી હજી પણ દિલ્હીનો રહેવાસી છે અને પોતાના વતન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

એક અખબાર સાથે વાત કરતા અક્ષયે કહ્યુ હતું કે, "પંજાબમાં શૂટ કરવા માટે અક્ષય હંમેશા ઉત્સાહિત હોય છે કારણ કે તે આને શુકન ગણે છે. ગ્રામીણ પંજાબમાં શૂટ થયેલી તેની બધી ફિલ્મો હિટ રહી છે."

'નમસ્તે લંડન', 'સિંઘ ઈઝ કિંગ' અને હવે 'જોકર' પણ પંજાબમાં શૂટ થયેલી ફિલ્મો છે.

Share this Story:

Follow Webdunia gujarati