Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાજોલનો સામનો કરવાની તૈયારીમાં કરીના

કાજોલનો સામનો કરવાની તૈયારીમાં કરીના
IFM
webdunia
IFM

















કાજોલ કેટલી શ્રેષ્ઠ અભિનેત્રી છે, એ બતાવવાની જરૂર નથી. તેની સાથે અભિનય કરવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તે સીન સ્ટીલર તરીકે ઓળખાય છે. કરણ જોહર 'સ્ટેપમોમ'નુ દેશી સંસ્કરણ આ જ નામથી બન્યુ રહ્યુ છે.જેમા કરીનાને કાજોલ સાથે અભિનય કરવાનો છે.

કરીના આને સહજતાથી નથી લઈ રહી. આ ફિલ્મનુ શૂટિંગ આ મહિનાના અંતમાં શરૂ થશે. આ પહેલા કરીના ફિલ્મના નિર્દેશક સિધ્ધાર્થ મલ્હોત્રાની સાથે એક્ટિંગ વર્કશોપમાં ભાગ લઈ રહી છે અને પોતાના અભિનયમાં નિખાર લાવી રહી છે. એ કાજોલની સૌતન બની છે.

કાજોલ મારી પસંદગીની અભિનેત્રી

એક્ટિંગ વર્કશોપ અને કાજોલના વિશે કરીના કહે છે કે 'આ પહેલા મેં વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'ઓંકારા' માટ રિહર્સલ કર્યુ હતુ, કારણ કે મારુ પાત્ર ખૂબ જુદુ હતુ અને હું તેના વિશે વધુ નહોતી જાણતી. જ્યા સુધી કાજોલનો પ્રશ્ન છે, એ મારી પસંદગીની અભિનેત્રી છે. અમે 'કભી ખુશી કભી ગમ'માં એક સાથે કામ કર્યુ છે, પરંતુ આની વાત જુદી છે. અમારી બંને વચ્ચે ઘણા નાટકીય દ્રશ્યો છે.

મુશ્કેલ છે સામાન્ય છોકરી બનવુ - આ ફિલ્મમાં કરીના ગ્લેમરસ છોકરી નહી બને. એ એક સામાન્ય છોકરીનુ પાત્ર ભજવી રહી છે. તેથી પણ તેને વધુ મહેનત કરવી પડશે. વર્કશોપ છતા કરીના અનુભવી રહી છે કે સામાન્ય છોકરી બનવુ ખૂબ જ મુશ્કેલ છે. 'હું આ ફિલ્મમાં સામાન્ય છોકરીની જેમ વ્યવ્હાર કરીશ. તેની જેમ જ ડ્રેસ પહેરીશ મેકઅપનો બિલકુલ ઉપયોગ નહી કરુ.

મનીષ મલ્હોત્રા તેમને માટે એવી ડ્રેસેસ બનાવી રહ્યા છે, જેનાથી કરીના ગ્લેમરસ ન લાગે. કરીના આગળ કહે છે કે 'પહેલા મારા વાળ નાના કરવાની પણ યોજના હતી, પરંતુ કંટીન્યુટીને કારણે આ વિચાર પડતો મુકાયો. આમ પણ મને મારા લાંબા વાળ કપાવવા ગમતા નથી. એટલુ ચોક્કસ છે કે હુ આ ફિલ્મ માટે એક ખાસ પ્રકારની હેયર સ્ટાઈલ અપનાવીશ'.

Share this Story:

Follow Webdunia gujarati