Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈમરાન ખાનને આમિર બનવાની ઉતાવળ

ઈમરાન ખાનને આમિર બનવાની ઉતાવળ
IFM
ઈમરાન ખાનના આદર્શ છે મામા આમિર ખાન. કેમ ના હોય, આમિર તો બોલીવુડના ઘણા હીરોના આદર્શ છે. ઈમરાન પણ આમિરની જેમ ક્વોંટિટીને બદલએ ક્વાલિટી કામ કરવા માંગે છે.

આમિરની જેમ સમજી વિચારીને ધીમી ગતિથી કામ કરવુ તેની પસંદ છે. અહી સુધી તો આમિરનુ અનુકરણ ઠીક છે, પરંતુ આનાથી વધુ ઈમરાનની આમિર બનવાની કોશિશને યોગ્ય ન કહી શકાય.

આમિર ખાન ફિલ્મની સ્ક્રિપ્ટ અને નિર્દેશકના કામમાં કેટલી દખલગીરી કરે છે એ તો દેખીતુ જ છે. ઘણી ફિલ્મો એવી છે, જેના વિશે કહેવાય છે કે તેણે આમિરે નિર્દેશિત કરી છે.

બે ફિલ્મ જૂન ઈમરાને તાજેતરમાં સંજય ગઢવીની '7 ડેઝ ઈન પેરિસ' સાઈન કરી છે. આ એ જ સંજય છે જે ઈમરાનની સાથે 'કિડનેપ' ફિલ્મ કરી હતી. તેમની આ આવનારી ફિલ્મની નાયિકા છે આજની ફેમસ અભિનેત્રી કેટરીના કેફ.

ઈમરાને આમિરના રસ્તે જતા અ ફિલ્મની સ્ક્રિપ્ટમાં દખલગીરી કરવાનુ શરૂ કરી દીધુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે ઘણા ફેરફાર કર્યા અને કેટરીનાનો રોલ પણ ઘટાડી દીધો. એ પણ શક્ય છે કે ફિલ્મનુ શૂટિંગ શરૂ થતા ઈમરાન નિર્દેશકને પણ નિર્દેશ આપવાનુ શરૂ કરી દે.

સંજય ગઢવી ખૂબ મુશ્કેલીથી ઈમરાનને આ ફિલ્મ કરવા રાજી કરી શક્યા છે. કારણ કે 'કિડનેપ'ની અસફળતા પછી ઘણા હીરો તેમની સાથે કામ કરવા નથી માંગતા. ઈમરાને તેમની પર આ અહેસાન કર્યો છે તો એ વસૂલ પણ કરશે, અને તેમની દરેક વાત માનવી એ સંજયની પણ મજબૂરી છે.

આમિરે આ પ્રકારની હરકતો ઘણી ફિલ્મોમાં કામ કર્યા પછી શરૂ કરી હતી, ઈમરાન તો અત્યારથી જ શરૂ થઈ ગયા છે. કદાચ આમિર બનવાની એને ખૂબ જ ઉતાવળ છે. એવુ પણ સાંભળવા મળ્યુ છે કે હાલ તેઓ જિમ જઈને આમિરની જેમ બોડી બનાવવામાં લાગ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati