ભાજપના અધિવેશનમાં તમામ 'ભાજપેયી' એક દેખાઈ રહ્યાં છે, પરંતુ તેમા મનમેદની રેખા પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.
ભાજપની વરિષ્ઠ નેતા અને રાજસ્થાનની ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનું આ અધિવેશનમાં ગેરહાજર રહેવું તેના માટે અનેક મહત્વ ધરાવે છે. અર્થાત ભાજપે પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે તેમને મનાવાની જવાબદારી લોકસભાની વિરોધી પક્ષ નેતા સુષમા સ્વરાજને સોંપી છે.
વસુંધરા છેલ્લા ઘણા સમયથી નારાજ છે. રાજસ્થાનમાં વિરોધી પક્ષ નેતા પદ તેમને પક્ષના દબાણમાં આવીને છોડવું પડ્યું હતું. ત્યાર બાદ પણ તેમનું પુનર્વસન થયું નથી. નિવર્તમાન અધ્યક્ષ રાજનાથસિંહથી તેમના સંબંધ તુટી ગયાં છે. નવા અધ્યક્ષ નિતિન ગડકરીએ પણ તેમને મનાવવા માટે હજુ સુધી કંઈ કર્યું નથી. કદાચ તેનાથી નારાજ થઈને વસુંધરાએ આ બેઠકમાંથી પોતાને દૂર રાખવાનું જ ઉચિત સમજ્યું છે.
આ મુદ્દે ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદને પણ પુછવામાં આવ્યું પરંતુ તેમણે આ વાતને એમ કહીને ટાળવાનો પ્રયત્ન કર્યો કે, નેતાગણ હજુ પણ આવી રહ્યાં છે. વસુંધરા પણ આજ સાંજ સુધીમાં આવી જશે.
પરંતુ વસુંધરાના ન આવવાથી ભાજપના અંતર્ગત મતભેદ ઉભરીને સામે આવી જશે, પક્ષની છબી પર તેની અસર પડશે, એ ધ્યાનમાં રાખતા તેને મનાવવાની જવાબદારી વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ પર સોંપવામાં આવી છે.
તાજેતરમાં સુષમાએ કર્ણાટકમાં મુખ્યમંત્રી યેડીયુરપ્પા અને રેડ્ડી બંધૂઓના વિવાદમાં યશસ્વી પહેલ કરી હતી. મનમોટાવનો તેમનો આ અનુભવ કદાચ તેમને વસુંધરાને મનાવવામાં પણ મદદગાર સાબિત થઈ શકે.