Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપ મહત્વની ભૂમિકા ભજવશે-અડવાણી

ભાજપ મહત્વની ભૂમિકા ભજવશે-અડવાણી
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ પાર્ટીમાં મતભેદ હોવા કે પાર્ટી ખતમ થવાની અટકળોને એકદમ ખોટી બતાવતા બુધવારે અહી દાવો કર્યો કે ભારતના ઉત્થાનમાં અહી પાર્ટી મહત્વની ભૂમિકા ભજવશે.

ભાજપનુ અહીં આજથી શરૂ થયેલ ત્રણ દિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટી કાર્યકારિણીની બેઠકના સમાપન પર પોતાના માર્ગદર્શન સંબોધનમાં અડવાણીએ પાર્ટીના નવા અધ્યક્ષ નીતિન ગડકરીની ખૂબ પ્રશંસા કરતા કહ્યુ કે તેઓ એક સામાન્ય કાર્યકર્તાથી ટોચ પદ પર પહોંચ્યા છે અને આ જ ભાજપાની તાકત બતાવે છે.

તેમણે કહ્યુ કે ભાજપા એક મોટો વિચાર ધરાવતી પાર્ટી છે અંતેને હંમેશા પોતાના વૃહદ લક્ષ્યને ધ્યાનમાં રાખવુ પડશે

અડવાણીએ પાર્ટીમાં થયેલ નેતૃત્વ પરિવર્તન પર કહ્યુ કે આ વિકાસનો એક ક્રમ છે. જેમા જૂના લોકો જાય છે અને નવા લોકો આવે છે.

તેમણે કહ્યુ કે જ્યારે હુ અધ્યક્ષ બન્યો હતો ત્યારે અટલ બિહારી વાજપેયી અને દીનદયાલ ઉપાધ્યાય જેવા દિગ્ગજ નેતાઓની સામે મારી જાતને તેમની આગળ એક બાળક અનુભવતો હતો. એ જ રીતે આજે ગડકરીને અનુભવ થતો હશે, પરંતુ આ જ વિકાસની પ્રક્રિયા છે અને આપણે આની પર જ આગળ ચાલવુ પડશે.

Share this Story:

Follow Webdunia gujarati