ભાજપના અધ્યક્ષ ગડકરીએ આજે કાર્યકર્તાઓ અને નેતાઓ માટે અનેક માર્ગદર્શક તત્વો જારી કરીને, નૈતિક આચરણનો નવો પાઠ શીખવ્યો. આ સાથે જ 'નવા' કાર્યકર્તા અને નેતાઓના નિર્માણ માટે સંઘની જેમ ભાજપમાં પણ પ્રથમ, દ્રિતીય અને તૃતિય શ્રેણીના પ્રશિક્ષણ વર્ગ લેવાની વાત તેમણે કહી.
ગડકરી હવે રાષ્ટ્રીય સ્વયં સેવકની એરણ પર નવા ભાજપનું નિર્માણ કરવા ઈચ્છે છે. અત્રે સર્વવિદિત છે કે, ગડકરીની ચૂંટણી સંઘના સંકેતો પર જ થઈ છે એટલા માટે તેમની આ ઈચ્છા સ્વાભાવિક પણ છે.
ગડકરીની રાષ્ટ્રીય પરિષદનું આજનું ભાષણ ઘણું લાંબુ જરૂર હતું પરંતુ આજે તેમના મુખેથી નિકળેલો દરેક ઉદ્દગાર ક્યાંકને ક્યાંક સંઘ બોલી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. આમ પણ નૈતિક આચરણના સદર્ભમાં સંઘના સ્વયંસેવકોનું ઉદાહરણ હમેશા આપવામાં આવે છે ગડકરી પણ એ તાલિમના વિદ્યાર્થી રહી ચૂક્યાં છે. એ જ તાલીમ હવે તે પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને પણ આપવા ઈચ્છે છે.
ચમચાગિરી કરનારા કાર્યકરો અને નેતાઓને ગડકરીએ આકરા શબ્દો સંભળાવ્યાં. 'પાર્ટીમાં નિષ્ઠાથી કામ કરો પરંતુ કોઈ પણ પદ મેળવાની લાલસા માટે કામ ન કરો' એવું જણાવતા તેમણે સ્વયંનુ ઉદાહરણ આપ્યું.
ગડકરીએ કહ્યું કે, 'મેં ક્યારેય પણ કામ સિવાય કોઈ નેતાની દિલ્હી જઈને મુલાકાત લીધી હતી. ક્યારેય પણ કોઈના ગળામાં મોટો હાર બનાવીને નાખ્યો નથી. કોઈ પણ પોસ્ટર અથવા કટઓઊટ લગાવ્યાં નથી તેમ છતાં પણ હું અધ્યક્ષ બની ગયો. એનો અર્થ એ છે કે, કોઈ પણ પ્રકારની ચાપલૂસી કર્યા વગર પણ પક્ષની સર્વોચ્ચ સત્તા સુધી પહોંચી શકાય છે. જે હું ઉદાહરણ હું સ્વયં છું'
નેતા ઉમરથી નાના હોવા છતાં પણ તેઓને પગે પડવાનો રિવાજ 'લાચારી' છે, એવું કહીને પોતે સ્વાભિમાનના હિમાયતી હોવાનો અહેસાસ તેમણે પક્ષના કાર્યકરો અને નેતાઓને કરાવ્યો. હાર અને ગુલદસ્તો આપવા પર પણ તેમણે પોતાની નારાજગી નોંધાવી. પ્રથમ રાષ્ટ્ર, બાદમાં પાર્ટી અને સ્વયં એ ક્રમનો ઉલ્લેખ કરતા તેમણે નિસ્વાર્થ ભાવે કામ કરવાનો પાઠ ભણાવ્યો.
પોતાનું આચરણ સ્પષ્ટ રાખવું જોઈએ તેવી સલાહ આપતા તેમણે સંઘના વિચારોને યાદ કર્યા. આ આચરણ બાકી પાર્ટીઓની તુલનામાં અમે અલગ રાખીશું એમ કહીને તેમણે 'પાર્ટી વિથ ડિફરન્સ' ની વાત છેડી અને વિતેલા જમાનાના ભાજપની યાદ દેવડાવી. અત્રે નોંધનીય છે કે, સત્તાપ્રાપ્તિ બાદ ભાજપે 'પાર્ટી વિથ ડિફરન્સ' નો રાગ આલાપવાનું બંધ કરી દીધું હતું.
ગડકરીના વિચાર પર સંઘનો પ્રભાવ આજે તેમના ભાષણમાં સ્પષ્ટપણે નજરે ચડી રહ્યો હતો. સંઘ કાર્યકર્તાઓ માટે પ્રથમ દ્વિતીય, તૃતીય સ્તરના પ્રશિક્ષણ વર્ગ આયોજિત કરે છે, એ જ એરણ પર ભાજપ પણ આ પ્રકારના વર્ગ આયોજિત કરશે તેનો સંકેત તેમણ આપ્યો. જેના માટે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે. તમામ લોકો અપૂર્ણાક હોય છે, પૂર્ણાક તરફ બનવા માટે પ્રયત્ન થવો જોઈએ એમ તેમણે જણાવ્યું.
ગડકરીના દલિત એજન્ડા પાછળ પણ સંઘ છે, તે આજના ભાષણથી જાહેર થયું. ભાજપના વોટર બેસમાં દશ ટકાની વૃદ્ધિની જરૂરિયાત છે. આ વૃદ્ધિ દીન દલિત, પાછત સમાજના લોકો સુધી પહોંચીને પ્રાપ્ત કરી શકાય છે જેને ધ્યાનમાં રાખીને ગડકરી બુધવારે મહૂમાં આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર અપર્ણ કરવા ગયાં તેમણે એક દલિતના ઘરે ભોજન પણ લીધુ, આજે તેમણે પૂણેમાં સાંભળેલા ભૂતપૂર્વ સરસંઘચાલક બાળાસાહેબ દેવરસના ભાષણને યાદ કર્યું જેમાં તેમણે પછાત અને દલિતોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાની વાત કહી હતી.
તેમણે આજે ભાજપના નેતા અને કાર્યકર્તાઓને કોઈ પણ એક સામાજિક પ્રકલ્પમાં સહભાગ આપવા માટેનું આહ્વાન કર્યું. સામાજિક પ્રકલ્પના માધ્યમથી લોકો સુધી પહોંચ્યા અને પોતાના વિચાર તેમના સુધી પહોંચાડવાની સંઘની નીતિ ગડકરીના આ આહ્વાનમાં સ્પષ્ણપણે દૃષ્ટિપાત થઈ રહી હતી
રામ મંદિરના મુદ્દાનો ઉલ્લેખ કરીને તેમણે પોતાના મુખેથી સંઘની વાત કહી. રામ મંદિર અમારી આત્મા છે, એ વાક્ય અપ્ણ તેમણે એ 'સંઘનિષ્ઠા' થી કહી. આ મુદ્દાના ઉકેલ માટે તેમણે મુસ્લિમ સમાજને પણ આહ્વાન કર્યું.
ગડકરીના પૂરા ભાષણમાં સંઘનો એજન્ડા જ જોવા મળી રહ્યો હતો. સંઘે ભાજપ પર કેટલી હદ સુધી હાવી છે તેનો સ્પષ્ટ નમુનો ગડકરીનું આજનું ભાષણ હતું.