ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં ટેન્ટની વ્યવસ્થાથી નાખુશ નેતા હવે હોટલોમાં રહેવા માટે રવાના થઈ રહ્યાં છે. તેમાં લોકસભા અને રાજ્યસભાના વિરોધી પક્ષ નેતા સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી, ભૂતપૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહ, યુવા નેતા વરુણ અને મેનકા ગાંધી વગેરે છે.
ઠાકરે નગરમાં રહેવા માટે તંબૂની વ્યવસ્થા કરવામાં આવવાથી અનેક નેતા નારાજ હતાં. બીજી તરફ અહીં એક એક તંબૂમાં પાંચ પાંચ પદાધિકારી રહી રહ્યાં છે. વરિષ્ઠ નેતા માટે પણ એક તંબૂમા બે નેતાને રહેવાની વ્યવસ્થા છે. પ્રમુખ પદાધિકારીઓ માટે જ સ્વતંત્ર તંબૂની વ્યવસ્થા છે. જેમાં પ્રશાધન માટે તેમને અનેક અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આજે સવારે યુવા નેતા વરૂણ ગાંધીએ આ વ્યવસ્થા જોયા બાદ પોતાની માતા સાથે હોટલમાં રહેવા જવાનું જ ઉચિત સમજ્યું. સુષ્મા અને અરૂણ જેટલી પણ હોટલમાં જ ગયાં. પત્રકાર વાર્તામાં આ વાતનો ઉલ્લેખ ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરથી કરવામાં આવ્યો તો તેમણે એ વાતથી ઈંકાર કર્યો કે, નેતાઓ હોટલમાં રહેવા ગયાં છે.
રાજનાથસિહ તબિયત કારણે હોટલમાં રહેવા ગયાં છે એવો બચાવ તેમણે કર્યો. ભાજપના નેતાઓને તંબૂથી લઈને એવી હોટલોમાં રહેવાની આદત છે એવું કહીને તેમણે ભાજપના ભૂતપૂર્વ અધિવેશનોમાં પણ આ વ્યવસ્થા હતી તેનું દૃષ્ટાંત આપ્યું.
ઠાકરે નગરનું પરિસર ખુલ્લુ હોવાના કારણે અત્યાધિક ઠંડી છે જેના કારણે કેટલાયે નેતા અને પદાધિકારી અહીં રહેવાનું ટાળી રહ્યાં છે. અહીં સાપ, વિંછીનો પણ ડર છે. જો કે, આયોજકોએ સાપ પકડવા માટે બે મદારીઓ રાખ્યાં છે પરંતુ લોકોના મનમાં નાગનો જે ડર છે તેને બહાર કાઢવો મુશ્કેલ છે.