Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરનાં ઘરની પોકળ વાતો, ગુજરાતમાં 20 લાખ પરિવાર એક જ રુમમાં રહે છે

ઘરનાં ઘરની પોકળ વાતો, ગુજરાતમાં 20 લાખ પરિવાર એક જ રુમમાં રહે છે
, શનિવાર, 27 સપ્ટેમ્બર 2014 (11:30 IST)
ગુજરાતના શહેરો-નગરો વિશે વિવિધ જાહેરાતોની સામે ભાજપ સરકારના ૧૪ વર્ષના શાસનમાં શહેરો અને નગરોની પરિસ્‍થિતિની સેન્‍સસ ર૦૧૧ ના આધારે હકીકતો રજુ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રવકતાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં કુલ વસ્‍તીના ૪૬ ટકા નાગરીકો શહેર-નગરોમાં વસવાટ કરે છે. ગુજરાતમાં શહેરો-નગરોમાં ૪૬,પપ૯ મકાનો રહેવા લાયક નથી. ૬૪,પ૬૯ મકાનો ઘાસની છતવાળા, ૩૩,૩ર૩ મકાનો પ્‍લાસ્‍ટીક, અને ૪પ,ર૮૦ મકાનોની દિવાલ ઘાસની તથા રર,૩૯૧ પ્‍લાસ્‍ટીકના પડદા ધરાવતા મકાનો છે. ગુજરાતમાં ૧૩,૧પ,૧પ૭ પરિવારો ભાડાના મકાનમાં રહે  છે એટલે કે, શહેરો-નગરોના રપ ટકા જેટલા પરિવારોને રહેવા માટે મકાન સુવિધા નથી. શહેરો-નગરોમાં ૧,૩૦,પ૬૯ પરિવારોને કોઇ અલગ રૂમ નથી. જયારે ૧૯,ર૪,૮૬૮ પરિવારો એક રૂમમાં જ જીવન જીવી રહ્યાં છે એટલે કે, ગુજરાતના શહેરો-નગરોમાં ૩પ.પ ટકા પરિવારો એક રૂમમાં પોતાની જીંદગી પસાર કરી રહ્યાં છે.

   ગુજરાતમાં ભાજપ શાસકો શહેરી નાગરીકો માટે પાયાની સુવિધા આપવામાં નિષ્‍ફળ ગયા છે. તેની વિસ્‍તૃત હકિકતો સેન્‍સસ ર૦૧૧ ના આધારે ઉજાગર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતન આઠ મહાનગરો અને ૧પ૯ નગરપાલિકાઓમાંથી ૩૧ ટકા કરતાં વધુ પરિવારોને નળ દ્વારા પીવાનું પાણી મળતું નથી. ૧૦ ટકા વધુ પરિવારોને વિજળી ઉપલબ્‍ધ નથી. ગુજરાતના વિકાસની મોટી મોટી વાતો કરનાર ભાજપ શાાસનમાં શહેરો અને નગરોમાં ૧પ ટકા કરતાં વધુ પરિવારો માટે શૌચાલયની સુવિધા નથી. ૧ર.૩ ટકા પરિસરમાં શૌચાલયની સુવિધા નથી. ૮.૭ ટકા પરિવરોને ખુલ્લામાં શૌચક્રિાયા માટે જવુ પડે છે. શહેરો અને નગરોમાં ૧પ ટકા વધુ  પરિવારો માટે સ્‍નાનાગૃહ નથી. ગુજરાતના શહેરો અને નગરોમાં વસવાટ કરતા ૩૧ ટકા  નાગરીકો માટે ગટર પાણીના નિકાલની કોઇ વ્‍યવસ્‍થા નથી. શહેરો-નગરોમાં આજે ખાવાનું પકવવા માટે ૩૭ ટકા પરિવારો લાકડાં, કોલસા અને કેરોસીન, મિટ્ટીના તેલનો ઉપયોગ કરી રહ્યા છે.
--------------------------

Share this Story:

Follow Webdunia gujarati