Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગડકરીના ભાજપ પર હાવી સંઘનો એજન્ડા

ગૌ માતા અને ગંગા માતાનો જાપ કરશે ભાજપ

ગડકરીના ભાજપ પર હાવી સંઘનો એજન્ડા

ભાષા

ઈંદૌર , બુધવાર, 17 ફેબ્રુઆરી 2010 (15:56 IST)
PR
P.R
સંગઠન પ્રત્યે સમર્પણ ભાવના માટે ભાજપમાં સૌથી વધુ પૂજનીય કુશાભાઉ ઠાકરેના નામ પર બનેલા પરિસરમાં ભાજપ પોતાની ચાલ, ચરિત્ર અને ચહેરો બદલતી નજરે ચડી રહી છે. રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદ સ્થળનું વાતાવરણ બદલતા ભાજપની તસવીરને રજૂ કરી રહ્યું છે.

આશરે ત્રણ દશકા સુધી તો અટલ-અડવાણીના ચહેરા ભાજપમાં છવાયેલા રહ્યાં હતાં પરંતુ નાગપુરમાં રાજનીતિ કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા નિતિન ગડકરીની ભાજપમાં અટલ-અડવાણી સિવાય પાર્ટીની બીજી અને ત્રીજી પંક્તિના નેતાઓના ચહેરા પણ પાર્ટીના ઝંડા અને પોસ્ટરોમાં બરાબર ચમકી રહ્યાં છે. ભાજપ પોતાની લગભગ ત્રણ દશકાની રાજનીતિક યાત્રા બાદ નવું પડખું ફરી રહી છે.

ગડકરીની સાથે સમગ્ર ઈંદૌર શહેરમાં છવાયેલી લોકસભામાં વિપક્ષની નેતા સુષમા સ્વરાજ, રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરો વધુ કટઆઉટ બદલતી ભાજપની સાક્ષી છે.

હકીકતમાં હોટલોના એરકન્ડિશન રૂમોમાંથી બહાર નિકળીને ભાજપનું ટોચનું નેતૃત્વ તંબુઓના નગરમાં પાર્ટીની ભાવી દિશા-દશાને નક્કી કરશે.

ગડકરીની સામે ભાજપને ઉભું કરવાનો પડકાર તો બીજી તરફ સંઘ માટે પણ ભાજપનો આ પ્રયોગ ઓછો મહત્વપૂર્ણ નથી.

ભાજપના નેતાઓ માટે તંબુઓથી બનેલી ઝુપડીઓમાં તુલસી અને કેળાના વૃક્ષો, દરેક ઝુપડીના પ્રવેશદ્વાર પર પ્રભુ રામ સહિત હિન્દુત્વ અને પ્રખર રાષ્ટ્રવાદના પ્રેરણાસ્ત્રોત મહાપુરૂષોના ચિત્ર એ વાતનો સંકેત આપે છે કે, ગડકરી ભાજપના ચહેરાઓને બદલે સંઘના મૂળ વૈચારિક ચિંતન સાથે આગળ વધશે. એ વાત અલગ છે કે, ઝુપડીઓની બહાર હિન્દૂ સંસ્કૃતિના પ્રતીકોનું માત્ર પ્રદર્શન જ કરવામાં આવ્યું છે, જ્યારે પ્રમુખ નેતાઓની ઝુપડીઓની અંદર પણ એરકન્ડિશન ફીટ કરવામાં આવ્યાં છે.

લાંબા સમય બાદ ભાજપા નેતા ઝુંપડીઓ વચ્ચે ભવિષ્યના ભાજપનું માળખું તૈયાર કરી રહ્યાં છે. જો કે, હાલ સંઘના ત્રણ પ્રમુખ મુદ્દાઓ ગૌ, ગંગા અને મઠ-મંદિરોની સ્વાયત્તતા ગડકરીના અધ્યક્ષીય ભાષણમાં શામેલ હશે.

Share this Story:

Follow Webdunia gujarati