ઈંદૌરમાં ભાજપના મહાકુંભનો પ્રારંભ
કુશાભાઉ ઠાકરે નગર (ઈંદૌર) , બુધવાર, 17 ફેબ્રુઆરી 2010 (14:39 IST)
ભાજપના રાષ્ટ્રીય પરિષદના ત્રણ દિવસીય અધિવેશનનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીના મંગળવારે ઈંદૌરમાં આગમન બાદ પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને અન્ય મહેમાનો ધીરે ધીરે અહીં આગમન કરવા લાગ્યાં છે. અહીંના કુશાભાઉ ઠાકરે નગર ( ઓમેક્સ સિટી) માં 19 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભના અંતિમ દિવસે અહીં સ્થિત દશેરા મેદાન પર એક વિશાળ જનસભાનું પણ આયોજન કરાયું છે. જેને શ્રી ગડકરી સહિત કેટલાયે વરિષ્ઠ નેતાઓ સંબોધિત કરશે. દરમિયાન આજે સવારે 10.30 વાગ્યે ભાજપની વિચાર યાત્રા પ્રદર્શનીનો શુભારંભ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિકાસ યાત્રા પ્રદર્શનીનો શુભારંભ લોકસભામાં વિપક્ષની નેતા સુષ્મા સ્વરાજના હાથે કરવામાં આવ્યો. સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે સવારે 11 વાગ્યે ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠક શરૂ થઈ ચૂકી છે.