Publish Date: Mon, 30 Jul 2018 (00:28 IST)
Updated Date: Sun, 29 Jul 2018 (11:31 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ પ્રસ્તુતિમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમનો એ તારીખે જન્મદિવસ હશે. રજુ છે તારીખ 30ના રોજ જન્મેલા વ્યક્તિઓ વિશે માહિતી.અંક જ્યોતિષ મુજબ તમારો મૂલાંક ત્રણ આવે છે. આ ગુરૂવારનો પ્રતિનિધિ અંક છે. આવા વ્યક્તિ નિષ્કપટ, દયાળુ અને ઉચ્ચ તાર્કિક ક્ષમતાવાળા હોય છે. અનુશાસનપ્રિય હોવાને કારણે ક્યારેક તમે તાનાશાહ બની જાવ છો. તમે દાર્શનિક સ્વભાવ હોવા છતા એક વિશેષ પ્રકારની સ્ફૂર્તિ રાખે છે. તમારા અભ્યાસના ક્ષેત્રમાં પકડ મજબૂત રહેશે. તમે એક સામાજીક પ્રાણી છો. તમે સદૈવ પરિપૂર્ણતા એવુ કહો કે પરફેક્શનની શોધમાં રહો છો. એ જ કારણ છે કે મોટાભાગે અવ્યવસ્થાઓને કારણે તનાવમાં રહો છો.
શુભ તારીખ : 3, 12, 21, 30
શુભ વર્ષ : 2013, 2019 2028, 2030, 2031, 2034, 2043, 2049, 2052,
ઈષ્ટદેવ : દેવી સરસ્વતી, દેવગુરૂ બૃહસ્પતિ, ભગવાન વિષ્ણુ
શુભ રંગ : પીળો, સોનેરી અને ગુલાબી
તમારે માટે આ વર્ષ સુખદ છે. કોઈ વિશેષ પરીક્ષામાં સફળતા મળી શકે છે. નોકરિયાત માટે પ્રતિભાના બળ પર ઉત્તમ સફળતાનો છે. નવીન વેપારની યોજના પણ બનાવી શકો છો. દાંપત્ય જીવનમાં સુખદ સ્થિતિ રહેશે. ઘર કે પરિવારમાં શુભ કાર્ય થશે. મહત્વપૂર્ણ કાર્યથી યાત્રાના પણ યોગ છે. મિત્ર વર્ગનો સહયોગ સુખદ રહેશે. શત્રુ વર્ગ પ્રભાવહીન રહેશે.
મૂલાંક 3ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ
webdunia
Publish Date: Mon, 30 Jul 2018 (00:28 IST)
Updated Date: Sun, 29 Jul 2018 (11:31 IST)