જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ તારીખે વર્ષગાંઠ હશે. રજુ છે 16 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
તારીખ 16ના રોજ જન્મેલા વ્યક્તિનો મૂલાંક 7 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ ખુદમા અનેક વિશેષતાઓ લઈને આવે છે. આ અંક વરુણ ગ્રહથી સંચાલિત હોય છે. તમે ખુલા દિલના વ્યક્તિ છો. તમારી પ્રવૃત્તિ જળની જેવી હોય છે. જે રીતે જળ પોતાનો રસ્તો જાતે બનાવી લે છે એ જ રીતે તમે પણ તમામ અવરોધોને પાર કરી તમારી મંઝીલ મેળવવામાં& સફળ રહો છો. તમે દીર્ધ દ્રષ્ટિ ધરાવો છો. કોઈના મનની વાત તરત જ સમજી લેવાની દક્ષતા હોય છે.
શુભ તારીખ : 7, 16, 25
શુભ અંક : 7, 16, 25, 34
શુભ વર્ષ : 2014, 2018, 2023
ઈષ્ટદેવ : ભગવાન શિવ અને વિષ્ણુ
શુભ રંગ : સફેદ, પિંક, જાંબલી, મરૂણ
કેવુ રહેશે આ વર્ષ - તમારા કાર્યમાં ઝડપી વાતાવરણ રહેશે. તમને દરેક કાર્યમાં સારી સફળતા મળશે. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે. અધિકારી વર્ગની મદદ મળશે. નોકરીયાત વ્યક્તિઓ માટે સમય સુખીનો રહેશે. નવીન કાર્ય યોજના શરૂ કરતા પહેલા કેસરનુ લાંબુ તિલક લગાવો અને મંદિરમાં ધ્વજ ચઢાવો.
મૂલાંક 7ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ
- રવિન્દ્રનાથ ટૈગોર
-અટલબિહારી વાજપેઈ
- પાબ્લો પિકાસો
- કવિતા કૃષ્ણમૂર્તિ
- ડૈની ડૈગ્જોપા