Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ છે બિહારમાં નીતીશની ઐતિહાસિક જીતના 10 કારણ

આ છે બિહારમાં નીતીશની ઐતિહાસિક જીતના 10 કારણ
, રવિવાર, 8 નવેમ્બર 2015 (15:04 IST)
બિહારમાં એનડીએને મહાગઠબંધનના હાથ કરારી હાર મળી છે. આવો જાણી મહાગઠબંધનની આ ઐતિહાસિક જીતનુ 
શુ કારણ છે... 
 
મોહન ભાગવતનુ નિવેદન - અનામતની સમીક્ષાના સર સંઘચાલક મોહન ભાગવતના નિવેદને ચૂંટણીને દલિત 
વિરુદ્ધ શિક્ષિતમાં ફેરવી નાખી 
 
નીતીશની છબિ  - નીતીશની સુશાસન બાબૂની છબિ સામે એનડીએની પાસે કોઈ નામી ચહેરો નહોતો. ચૂંટણી દરમિયાન વોટર્સ એવુ કહેતા જોવા મળ્યા કે નીતીશે સારુ કામ કર્યુ છે.   

 
webdunia
મોંઘવારી - દાળના ભાવ પણ જેવા મહાગઠબંધનના નસીબથી જ વધી રહ્યા હતા.  ઠીક વોટિંગ દરમિયાન 200 રૂપિયાના પાર થઈ ગયા. 
 
નેગેટિવ પ્રચારનુ નુકશાન - બીજેપીએ ધર્મના આધાર પર જોરદાર પ્રચાર કર્યો તો મુસલમાનો સામે 
મહાગઠબંધનની પાસે જવા સિવાય કોઈ રસ્તો જ નહોતો. દાદરીમાં અખલાકની હત્યા પર કેટલાક બીજેપી નેતાઓએ 
ભડકાઉ નિવેદન આપ્યા અને પ્રધાનમંત્રી મોદી ઘણા દિવસો સુધી ચૂપ રહ્યા. 

 
webdunia
નંબર્સ ગેમ - લાલૂ યાદવ, નીતીશ કુમાર અને કોંગ્રેસે એકબીજાનો હાથ પકડ્યો તો નંબર ગેમમા બીજેપી પછડાઈ
ગઈ. લોકસભા ચૂંટણીમાં ત્રણ પાર્ટીયોના લગભગ 45 ટકા વોટ હતા. જ્યારે કે બીજેપી પાસે ફક્ત 37 ટકા વોટ હતા. 
ત્રણ દળોનુ સાથે આવવુ બીજેપી માટે ઘાતક સાબિત થયુ. 
 
મોદીનો જાદૂ ન ચાલ્યો - નરેન્દ્ર મોદીનો જાદૂ રાજ્યોના ચૂંટણીમાં કામ ન આવ્યો. જ્યા જ્યા મોટા સ્થાનીક નેતા 
હાજર હતા ત્યા લોકોએ બીજેપીને પસંદ ન કરી. મોદીએ ચૂંટણીમાં જોરદાર પ્રચાર કર્યો પણ તેમની અપીલ વોટોમાં 
બદલાય શક્યો નહી. 
webdunia
વીકે સિંહનુ નિવેદન - બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે ફરીદાબાદમાં સળગાવેલ દલિત બાળકોની તુલના 
કૂતરા સાથે કરી. જેનાથી દેશભરમાં ખૂબ જ તીખી પ્રતિક્રિયા થઈ. મહાગઠબંધનના નેતાઓએ આનો જોરદાર પ્રચાર 
કર્યો અને દલિતોમાં આ સંદેશ પહોંચાડ્યો કે બીજેપી દલિત વિરોધી પાર્ટી છે. 
 
અમિત શાહની કાર્યશૈલી - સ્થાનીક બીજેપીનેતાઓમાં પાર્ટી અધ્યક્ષની મનમાનીને લઈને પણ નારાજગી હતી. શત્રુધ્ન સિન્હા અને આરકે સિંહ  જેવા નેતાઓએ સાર્વજનિક વિરોધ કર્યો. 
 
નબળી સહયોગી પાર્ટીયો - પરિણામ બતાવી રહ્યા છે કે બીજેપીએ પોતાના સીટો પર સારુ પરિણામ આપ્યુ છે પણ તેના સહયોગી ખાસ કરીને એલજેપી અને આરએલએસપી ફિસડ્ડી સાબિત થયા. 
 

Share this Story:

Follow Webdunia gujarati