Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નીતીશ કુમાર પાંચમીવાર બન્યા બિહારના મુખ્યમંત્રી

નીતીશ કુમાર પાંચમીવાર બન્યા બિહારના મુખ્યમંત્રી
, શુક્રવાર, 20 નવેમ્બર 2015 (16:13 IST)
જનતાદળ (યૂનાઈટેડ)ના નેતા નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદની શપથ લીધી છે. રાજ્યપાલ રામનાથ કોવિંદે તેમને પદ અને ગોપનીયતાની શપથ અપાવી. 
 
નીતીશ કુમાર પાંચમી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા છે.  તેઓ મહાગઠબંધનના હેઠળ લાલૂ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી રહ્યા છે. નીતીશ પછી રાજદ પ્રમુખ લાલૂ યાદવના પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપે મંત્રી પદની શપથ લીધી. 
 
શપથ લેતા લાલૂના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે અપેક્ષિતને ઉપેક્ષિત વાંચી કાઢ્યુ તો રાજ્યપાલ રામનાથ કોવિંદે તેમને અપેક્ષિત બીજીવાર વાંચવા કહ્યુ. 
 
આ છે નીતીશના મંત્રી 
 
તેજસ્વી પ્રસાદ યાદવ, તેજપ્રતાપ યાદવ, અબ્દુલ બારી સિદ્દીકી, વિજેન્દ્ર પ્રસાદ યાદવ, રાજીવ રંજન સિંહ ઉર્ફ લલ્લન સિંહ, અશોક ચૌઘરી, શ્રવણ કુમાર, જય કુમાર સિંહ, આલોક કુમાર મેહતા, ચંદ્રિકા રોય, અવધેશ કુમાર સિંહ, કૃષ્ણ નંદન પ્રસાદ વર્મા, મહેશ્વર હજારી, અબ્દુલ જલીલ મસ્તાન, રામ વિચાર રાય, શિવચંદ્ર રામ, ડોક્ટર મદન મોહન ઝા, શૈલેશ કુમાર, મંજૂ વર્મા, સંતોષ કુમાર નિરાલા, અબ્દુલ ગફૂર, ચંદ્રશેખર, ખુર્શીદ ઉર્ફ ફિરોઝ અહમદ, મુનેશ્વર ચૌઘરી, મદન સૈની, કપિલ દેવ કામત, અનિતા દેવી અને વિજય પ્રકાશ. 
 
નીતીશે પોતાના શપથગ્રહણમાં ભાગ લેવા માટે દેશભરના નેતાઓને આમંત્રણ આપ્યુ છે.  નીતીશે પોતાના શપથગ્રહણમાં ભાગ લેવા માટે દેશભરના નેતાઓને આમંત્રણ આપ્યુ છે. રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ અજીત સિંહ અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગી પણ સમારંભમાં પહોંચ્યા.  દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત, માકપા મહાસચિવ સીતારામ યેચુરી, માકપા નેતા ડી રાજા. પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, વરિષ્થ ભાજપા નેતા વૈકિયા નાયડુ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ મોદી પણ સમારંભમાં હાજર છે. 
શપથ ગ્રહણ પહેલા નીતીશે ટ્વીટ કરીને કહ્યુ કે "એ બધા લોકોનો આભાર જેમણે શપથગ્રહણ સમારંભ માટે સમય કાઢ્યો". 
નીતીશે કહ્યુ, "આજની તક મોટી તક છે. બિહાર ચૂંટણી દેશની ચૂંટણી બની ગઈ છે. શપથગ્રહણ પણ એ અંદાજમાં થશે. ગઈકાલે અમે સૌએ બેસીને એક સંતુલિત મંત્રીમંડળ બનાવ્યુ છે. પરેશાની એ છે કે સૌ પાસે સીમિત સંખ્યા છે. કાયદા હેઠળ અમે કોશિશ કરી સંતુલિત મંત્રીમંડળની રચાના કરવામાં આવે." 
 
ભારતીય જનતા પાર્ટીએ પણ નીતીશ કુમારને શુભેચ્છા પાઠવી 
 
ભાજપા નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ, "આશા છે કે જે જનાદેશ બિહારની જનતાએ તેમને આપ્યો છે તેના પર તેઓ ખરા ઉતરશે. કેન્દ્ર સરકાર બિહારના વિકાસ માટે પ્રદેશ સરકારની મદદ માટે પ્રતિબદ્ધ છે. અમારી શુભેચ્છાઓ નીતીશ કુમાર સાથે છે." 

Share this Story:

Follow Webdunia gujarati