બિહારમાં ચૂંટણી સરગર્મી ઝડપી થઈ ચુકી છે. સૂબાના મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે નૌગછિયાની એક સભામાં બિહારી અને બાહરીનો મુદ્દો ઉઠાવ્યો. નીતીશે લોકોને પૂછ્યુ કે તમારે નક્કી કરવાનુ છે કે બિહારને બિહારી ચાલવશે કે બાહરી.
આ સાથે જ નીતીશ કુમારે એનડીએ ગઠબંધન પર પણ નિશાન સાધ્યુ અને કહ્યુ કે એનડીએ ગઠબંધન અવસરવાદી છે. ક્યારેક સીટોને લઈને વિવાદ થાય છે તો ક્યારેક ઉમેદવારો પર મારામારી.
નીતીશ કુમારે બીજેપીના સાંસદ આરકે સિંહના પોતાની જ પાર્ટી પર લગાવેલ આરોપ પર પણ નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે હવે બીજેપીનો અસલી ચહેરો સામે આવી ગયો છે.