Publish Date: Fri, 30 Oct 2015 (12:25 IST)
Updated Date: Fri, 30 Oct 2015 (12:37 IST)
બિહાર ચૂંટણીમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેમણે એક જનસભામાં કહ્યુ કે બીજેપી હારી તો પાકિસ્તાનમાં ફટાકડાં ફુટશે.
બીજેપી અધ્યક્ષ અમિત શાહે બિહારના બેતિયામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યુ છે કે જો બીજેપી ચૂંટણી હારી તો જેલમાં બંધ શહાબુદ્દીન ખુશ થશે અને પાકિસ્તાનમાં ફટાકડા ફુટશે.
અમિત શાહ જે મોહમ્મદ શાહબુદ્દીનની વાત કરી રહ્યા છે તે અપરાધિક છબિવાળા બાહુબલી નેતા છે. હાલ તે જેલમાં છે. તે લાલૂની પર્ટી આરજેડીના સાંસદ રહી ચુક્યા છે.