Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નામના આલ્ફાબેટ્સને જોડીને ભાગ્યશાળી અંક જાણો

નામના આલ્ફાબેટ્સને જોડીને ભાગ્યશાળી અંક જાણો
, શુક્રવાર, 13 એપ્રિલ 2018 (08:21 IST)
અંક જ્યોતિષ મુજબ વ્યક્તિના નામના આલ્ફાબેટ્સને જોડીને ભાગ્યશાળી અંક જાણી શકાય છે. અહી જાણો કીરોની 
અંક વિદ્યા મુજબ નામના અલ્ફાબેટ્સ કેવી રીતે જોડવામાં આવે છે. 
 
A થી Z સુધી બધા અલ્ફાબેટ્સ માટે જુદા જુદા નંબર નક્કી કરવામાં આવ્યા છે. આ નંબરોને જોડીને ખાસ અંક જાણી 
શકાય છે.  જાણો અલ્ફાબેટ્સ અને તેના અંક 
 
A = 1, B = 2
C = 3, D =4
E = 5, F = 8
G = 3, H = 5
I = 1, J = 1
K = 2, L = 3
M = 4, N = 5
O = 7, P = 8
Q = 1, R = 2
S = 3, T= 4
U = 6, V = 6
W = 6, X = 5
Y = 1, Z = 7
 
માની લો કે કોઈ વ્યક્તિનુ નામ રામ છે તો રામનો અલ્ફાબેટ્સ છે RAM
R = 2
A = 1
M = 4
2+1+4 = 7
 
આ રીતે રામના નામનો અલ્ફાબેટ છે 7 
 
આ રીતે અન્ય નામોના અંક પણ જાણી શકાય છે 
 
જો કોઈ વ્યક્તિનુ નામ મોટુ છે અને તેના નામના અલ્ફાબેટ્સનો સરવાળો બે અંકોમાં આવી રહ્યો છે તો.. માની લો કોઈ વ્યક્તિનું નામ છે રામશંકર.. તો તેના નામના અલ્ફાબેટ્સ રહેશે RAMSHANKAR
R = 2
A = 1
M = 4
S = 3
H = 5
A = 1
N = 5
K = 2
A = 1
R = 2
2+1+4+3+5+1+5+2+1+2 = 26
2 + 6 = 8
આ રીતે RAMSHANKAR નામનો નંબર હશે 8.
 
આ રીતે અન્ય નામોનો અંક પણ જાણી શકાય છે. 
 
અંક 1 - જે લોકોના નામનો અલ્ફાબેટ્સનો સરવાળો 1 આવી રહ્યો છે. તેમની ઈચ્છાઓ ખૂબ વધુ હોય છે. આ લોકો પોતાના કાર્યમાં આવી રહેલ મુશ્કેલીઓને દૂર કરી લે છે. 
 
અંક 2 - જો નામનો સરવાળો 2 છે તો એ વ્યક્તિમાં ક્યારેક આત્મવિશ્વાસની કમી આવી જાય છે.  જેનાથી તે કાર્યોમાં પરેશાનીઓનો સામનો કરે છે. 
 
અંક 3 - આ અંકવાળા લોકો વિશેષ યોગ્યતા ધરાવે છે દરેક કામને પોતાના જુદા અંદાજમાં કરવુ પસંદ કરે છે. આ લોકો પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરે છે. 
 
અંક 4 - જે લોકોના નામનો સરવાળો 4 આવી રહ્યો છે તેઓ કોઈ વ્યક્તિ સાથે સહેલાઈથી મિત્રતા નથી કરી શકતા.  અને દોસ્તી કરે છે તો ઈમાનદારીથી નિભાવે છે. 
 
અંક 5 - આ અંકના લોકો બુદ્ધિમાન હોય છે અને કોઈ કામમાં જલ્દી નિર્ણય લઈ લે છે. આ લોકો એ કામથી બચે છે જેમા સમય વધુ લાગે છે. 
 
અંક 6 - નામના અલ્ફાબેટ્સનો સરવાલો 6 આવી રહ્યો છે તો વ્યક્તિનું નમતુ પોતાના જીવનસાથી કે પ્રેમ તરફ વધુ રહે છે.. આ લોકો સુખ-સુવિદ્યાઓ સાથે જીવન વ્યતીત કરે છે. 
 
અંક 7- આ અંકના લોકો કલ્પના સાથે જોડાયેલ કામ કરવુ વધુ પસંદ કરે છે. કલ્પના સાથે જોડાયેલ કામ જેવુ કે પેટિંગ, લેખન વગેરે. આ લોકોની રુચિ જૂની પરંપરાઓમાં નથી હોતી. 
 
અંક 8 - જે લોકોના નામનો સરવાળો 8 આવી રહ્યો છે. તેમનુ નમતુ ધર્મ તરફ રહે છે. પોતાની જવાબદારીઓને સારી રીતે ભજવે છે. 
 
અંક 9 - આ લોકોને ગુસ્સો ખૂબ જલ્દી આવે છે. પણ શાંત પણ હોય છે. આ લોકો જે કામને હાથમાં લે છે તે પુર્ણ કરીને જ જંપે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ 4 નામની છોકરીઓ હોય છે ખૂબ જ ગુસ્સેલ, મિત્રતા કરવાથી પહેલા એક વાર વિચારી લો