Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ રત્નને ધારણ કરવાથી ડિપ્રેશનથી મળે છે મુક્તિ, આ રાશિના જાતકો માટે લાભકારી

pearl  and jyotish
બુધવાર, 6 એપ્રિલ 2022 (14:08 IST)
મિત્રો છેલ્લા બે વર્ષ કોરોનાના કપરા કાળનો આપણે સૌએ સામનો કર્યો છે. આ સમય દરમિયાન દરેક વ્યક્તિ શારીરિક રીતે જ નહી પરંતુ આર્થિક અને માનસિક રીતે પણ કમજોર થઈ ગયો છે. શરીરનુ આપણે યોગ્ય ધ્યાન રાખીને અને આર્થિક સ્થિતિ માટે મહેનત કરીને આપણે ઉપર આવી શકીએ છીએ. પરંતુ માનસિક સ્થિતિનુ શુ... માનસિક સ્થિતિ માટે ધીરજ અને સારુ માર્ગદર્શન જરૂરી છે. આ સાથે જ કહેવાય છે કે ગ્રહોનો સારો ખરાબ પ્રભાવ પણ આપણા જીવન પર અસર કરે છે. તમારા ગ્રહોના સારા પ્રભાવ માટે શુ કરશો 
 
ગ્રહોના શુભ પ્રભાવ વધારવા અને અશુભ પ્રભાવને ઓછા કરવા માટે રત્ન શાસ્ત્રમાં અનેક રત્નોના વિશે બતાવ્યુ છે. રત્ન વ્યક્તિને સફળતાના રસ્તે લઈ જાય છે. રત્ન શાસ્ત્રમાં એવા અનેક રત્નો વિશે બતાવ્યુ છે જે વ્યક્તિની કુંડળીમા કમજોર ગ્રહને મજબૂત કરવાનુ કામ કરે છે.  કોઈપણ જાતકની કુંડળીમાં નબળો ચંદ્રમા હોય તો તે  વ્યક્તિને મોતી ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. આજે અમે આપને બતાવી રહ્યા છે કયા લોકોએ મોતી ધારણ કરવો જોઈએ અને મોતી ધારણ કરવાની યોગ્ય રીત શુ છે.  સૌ પ્રથમ જાણીશુ મોતી ધારણ કરવાના લાભ વિશે.. 
 
રત્ન શાસ્ત્ર મુજબ મોતી ગોલ અને સફેદ રંગનો હોય છે.  સૌથી ઉત્તમ મોતી દક્ષિણ સાગરમાં જોવા મળે છે. તેમા પીળી ધારીઓ હોય છે. મોતીનો સંબંધ ચંદ્રમા સાથે છે કર્ક અને સિંહ રાશિના જાતકો માટે આ વિશેષ રૂપથી શુભ ફળ આપનારો માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રનુ માનવુ છે કે ચંદ્રમા આપણા મગજ અને મન પર સૌથી વધુ પ્રભાવ નાખે છે. તેથી મનને શાંત કરવા, મગજને સ્થિર કરવા માટે મોતી ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. આટલુ જ નહી કહેવાય છે કે મોતી ધારણ કરવાથી વ્યક્તિ ડિપ્રેશનમાંથી બહાર આવી જાય છે. 
 
કયા લોકો મોતી ધારણ કરી શકે છે 
 
ચંદ્રમાની મહાદશા થવા પર મોતી ધારણ કરવામાં આવે છે. રાહુ કે કેતુની યુતિમાં પણ મોતી ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. પાપ ગ્રહોની દ્રષ્ટિમાં ચંદ્રમા હોય તો  પણ મોતી ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. ચંદ્રમાંના જન્મ કુંડળીમાં  6, 8 કે 12 ભાવમાં સ્થિત થવા પર મોતી પહેરી શકાય છે.  ચંદ્રમાના ક્ષીણ થવા કે સૂર્યની સાથે હોવા પર પણ મોતી પહેરી શકાય છે. કુંડળીમાં કમજોર સ્થિતિમાં હોય તો પણ મોતી ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. 
 
મોતી કેવી રીતે અને ક્યારે ધારણ કરવો જોઈએ 
 
મોદીને ચાંદીની વીંટીમાં ધારણ કરવામાં આવે છે. મોતી શુક્લ પક્ષના સોમવારની રાત્રે હાથની સૌથી નાની આંગળીમાં પહેરો. અનેક જ્યોતિષ આને પૂર્ણિમાના દિવસે પણ ધારણ કરે છે. મોતી રત્ન પહેરતા પહેલા ગંગાજળથી ધોઈલો. ત્યારબાદ તેને શિવજીને અર્પિત કરો. ત્યારબાદ જ તેને ધારણ કરો. 
 
મિત્રો અમે જણાવેલી આ માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધરિત છે. આ બતાવવુ જરૂરી છે કે વેબદુનિયા ડોટ કોમ કોઈપણ પ્રકારની માન્યતાની ખાતરી નથી આપતુ. આપ આ મોતીને ધારણ કરત પહેલા આ અંગેના વિશેષજ્ઞની સલાહ જરૂર લો.. 
 

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

6 એપ્રિલનુ રાશિફળ - કન્યા અને કુંભ રાશિવાળા રહે સાવધાન, આ રાશિના લોકોને મળશે સરપ્રાઈઝ, જાણો આજનું રાશિફળ