Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Astro Tips : સૌભાગ્ય મેળવવા માટે અઠવાડિયાના 7 દિવસ કરો આ 7 જુદા જુદા ઉપાય

Astro Tips : સૌભાગ્ય મેળવવા માટે અઠવાડિયાના 7 દિવસ કરો આ 7 જુદા જુદા ઉપાય
, મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (08:17 IST)
Astro Tips : આપણા જીવન પર અઠવાડિયાના દરેક દિવસની  ઘણી અસર પડે છે. દરેક દિવસનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે રહેલો છે. તે દિવસની ગુણવત્તાને સમજીને આપણે આપણાં ઘણાં કામો કરી શકીએ છીએ.
આપણને સારી સફળતા મળી શકે છે. પરંતુ વિપરીત કામ કરીને સફળતા મેળવી શકતા નથી. આવો જાણીએ દરેક દિવસ પ્રમાણે તમે કયા ઉપાયો કરી શકો છો.
 
સોમવાર માટે ટિપ્સ -  સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. તમારે ભગવાન શિવના આશીર્વાદ સાથે સોમવારની શરૂઆત કરવી જોઈએ. સવારની શરૂઆત શિવલિંગને જળ અર્પણ કરીને કરી શકો છો. સોમવાર ફાઇનાન્સમાં કામ કરવા અને નવા કરિયરની શરૂ કરવા માટે શુભ દિવસ છે. જો તમે યોગ્ય કેરિયરનો માર્ગ પસંદ કરવામાં મૂંઝવણ અનુભવો છો, તો તમે તેના માટે જ્યોતિષ શાસ્ત્રના ઉપાયો અપનાવી શકો છો. સોમવારે સફેદ કપડાં પહેરો અને કાળા રંગથી દૂર રહો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સફેદ રંગ તમારા માટે સૌભાગ્ય લાવે છે.
 
મંગળવાર માટે ટિપ્સ - મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે લાલ વસ્ત્રો પહેરો. આ ઉપાય તમારા જીવનમાં આવતા અવરોધો પણ દૂર કરશે અને તમને પડકારોનો સામનો કરવાની ક્ષમતા આપશે. જો કોઈ કારણસર તમે મંગળવારના દિવસે લાલ કપડા પહેરી શકતા નથી તો લાલ ફૂલ સાથે લઈ જાઓ. તેનાથી તમારું ભાગ્ય વધશે. મંગળવારે ઘરની બહાર નીકળતા પહેલા કોઈપણ રૂપમાં ધાણાનું સેવન કરો. આમ કરવું શુભ માનવામાં આવે છે.
 
બુધવાર માટે ટિપ્સ - બુધવારના દેવતા ભગવાન ગણેશ છે. આ દિવસે લીલા રંગના વસ્ત્રો પહેરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થશે અને તમારા જીવનની અડચણો અને સમસ્યાઓ દૂર કરે છે. જો તમે બુધવારે લીલા કપડાં ન પહેરી શકો તો તમારા ખિસ્સામાં લીલો રૂમાલ મુકો. સવારે ભગવાન ગણેશને મોદક અર્પણ કરો. બુધવારે ગણેશજીને સિંદૂર અર્પિત કરવાથી તમે તમારા દરેક દુ:ખ અને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકો છો. તેનાથી તમને સૌભાગ્યની પ્રાપ્તિ થશે 
 
ગુરુવાર માટે ટિપ્સ - ગુરુવારના દેવતા વિષ્ણુ છે. સફળ યાત્રા માટે ગુરુવાર સારો દિવસ છે. આ તમારી યાત્રાને ફળદાયી બનાવશે. ગુરુવારનો રંગ પીળો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ.
 
શુક્રવાર માટે ટિપ્સ - શુક્રવાર એ ધનની દેવી લક્ષ્મીનો દિવસ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસ પૈસા સંબંધિત પ્રસંગો માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે તમારે મા લક્ષ્મીના આશીર્વાદ લેવા માટે મંદિરમાં જવું જોઈએ. આ દિવસે તમારે દેવી લક્ષ્મીને કમળ અથવા ગુલાબી રંગનું ફૂલ અર્પણ કરવું જોઈએ. સારા નસીબ માટે, તમે તમારા ઘર અથવા કાર્યસ્થળ પર ફૂલો રાખી શકો છો. આ સિવાય ગુલાબી રંગના વસ્ત્રો પહેરવાથી માતા પ્રસન્ન થશે. ઘરેથી નીકળતા પહેલા દહીં ખાવ.
 
શનિવાર માટે ટિપ્સ - શનિદેવ શનિવારના સ્વામી છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે આ દિવસે કાળા રીંગણ ચઢાવો. આ તમને તમારી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરશે. આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય પણ વધશે. આ દિવસનો મહત્તમ લાભ મેળવવા માટે શનિવારે ઘરની બહાર નીકળતા પહેલા ઘીનું સેવન કરવું જોઈએ.
 
રવિવાર માટે ટિપ્સ - સૂર્ય રવિવારના દેવતા છે. જો તમે તમારા જીવનમાં કોઈ વિવાદ અથવા સંઘર્ષનો સામનો કરી રહ્યા છો, તો તેને ઉકેલ લાવવા માટે આ દિવસ શ્રેષ્ઠ છે. રવિવારે કરવામાં આવેલી યાત્રાના સકારાત્મક પરિણામ મળે છે. રવિવારે ઘરની બહાર નીકળતા પહેલા પાન ખાવ. રવિવાર માટે સફેદ રંગ સૌથી અનુકૂળ છે. રવિવારે આ રંગના કપડાં પહેરવા જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનુ રાશીફળ (21/12/2021) આજે આ 5 રાશિના જાતકોને મળશે શુભ સમાચાર