Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાષ્ટ્રીય રસીકરણ દિવસ : રસીકરણ છતાં ભારતમાં કોરોનાના કેસ કેમ વધી રહ્યા છે?

રાષ્ટ્રીય રસીકરણ દિવસ : રસીકરણ છતાં ભારતમાં કોરોનાના કેસ કેમ વધી રહ્યા છે?
, મંગળવાર, 16 માર્ચ 2021 (11:00 IST)
ભારતમાં કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી રસીના ત્રણ કરોડ જેટલા ડોઝ અપાઈ ચૂક્યા છે, જ્યારે અઢી કરોડ લોકોને રસીનો કમ સે કમ એક ડોઝ અપાઈ ગયો છે.
 
ફ્રન્ટલાઇન વર્કરોને કોરોના વાઇરસની રસી આપ્યા બાદ 1 માર્ચથી 60થી વધુ ઉંમર ધરાવતા લોકો માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 60 વર્ષની ઉંમરના લોકો, જેમને અન્ય કોઈ બીમારી છે તેવા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને, પણ કોરોના વાઇરસની રસી મૂકવામાં આવી રહી છે.
 
જાન્યારીમાં 2021માં ધીમી શરૂઆત બાદ ભારતમાં હવે રસીકરણ અભિયાન જોર પકડી રહ્યું છે. લોકો માની રહ્યા હતા કે જેમ-જેમ રસીકરણ અભિયાન આગળ વધશે તેમ-તેમ નવા કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો જોવા મળશે. પરંતુ તેનાથી વિપરીત થઈ રહ્યું છે.
 
ડેટા દ્વારા આપણે તેની પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરીએ. 14મી માર્ચ 2021 સુધીમાં ભારતમાં કોરોના વૅક્સિનના 2.9 કરોડ ડોઝ અપાઈ ગયા છે. આમાં 18 ટકા લોકોએ વૅક્સિનનો બીજો ડોઝ પણ લઈ લીધો છે.
 
જાહેરપરિવહનના સાધનોમાં અગાઉ જેવી ભીડ દેખાવા લાગી છે
 
સિક્કિમ, અરુણાચલ અને દિલ્હી જેવાં નાનાં રાજ્યોએ પ્રતિ એક મિલિયન લોકોમાં સૌથી વધુ લોકોને રસી આપી છે. જોકે, બીજાં રાજ્યો પણ ઝડપથી આગળ વધી રહ્યાં છે. કેરળ, રાજસ્થાન અને ગોવાએ પ્રતિ એક મિલિયન વસતીમાં 35000 લોકોને કોરોનાની વૅકિસન આપી છે.
 
વધુને વધુ લોકો કોરોના વાઇરસ વૅકિસન લઈ રહ્યા હોવા છતાં જે પ્રમાણે દરરોજ નવા કેસો બહાર આવી રહ્યા છે, એ ચિંતાનો વિષય છે.
 
દેશનાં મોટાભાગના રાજ્યોમાં દૈનિક કોરોના કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. દાખલા તરીકે મહારાષ્ટ્રમાં દરરોજ 13000 નવા કેસો નોંધાઈ રહ્યા છે, જે જાન્યુઆરી મહિનામાં 3000 સુધી પહોંચી ગયા હતા.
 
પંજાબ જેવાં નાનાં રાજ્યમાં, જ્યાં જાન્યુઆરીમાં દૈનિક 300 કેસો નોંધાતા હતા, ત્યાં હવે રોજના 1200 કેસ સામે આવી રહ્યા છે, જે પાંચગણા વધારે છે.
 
શું રસીકરણથી કોરોના વાઇરસના કેસોને વધતાં અટકાવી શકાય છે? આ સમજવા માટે એ જાણવું જરૂરી છે કે ભારતની કેટલા ટકા વસતીને વૅક્સિન આપવામાં આવી છે.
 
દાખલા તરીકે જો ભારતમાં 100 લોકો રહેતા હોય અને અત્યાર સુધીમાં માત્ર 2.04 ટકા લોકોને વૅક્સિન આપવામાં આવી છે.
 
આ આંકડા એક શરત સાથેના છે - આ 2.04 ડોઝ કાં તો આરોગ્યકર્મચારીને/ફ્રન્ટલાઇન વર્કરને આપવામાં આવ્યા છે અથવા તો 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને અને 45 વર્ષથી વધુ અને કૉમોર્બિડ (સહબીમારી) ધરાવતી હોય તેવી વ્યક્તિને આપવામાં આવી રહી છે.
 
હવે તામિલનાડુનો દાખલો જોઈએ, જે રાજ્યમાં કોરોના વાઇરસના નવા કેસો વિશેની લિંગ અને વય મુજબના બ્રૅક-અપ સાથે ડેટા પ્રકાશિત કરે છે.
 
પહેલી માર્ચે સામાન્ય લોકો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું, ત્યારબાદ રાજ્યમાં જે દૈનિક કેસો નોંધાયા છે, તેમાં 60થી વધુ વયજૂથમાં નોંધાતા કેસામાં ઘટાડો આવ્યો છે.
 
જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં કોરોના વાઇરસના જે દૈનિક કેસ નોંધાતા હતા, તેમાં સિનિયર સિટીઝનોની ટકાવારી 24 ટકા જેટલી હતી, જે 1 માર્ચ બાદ 22-23 ટકાની આજુબાજુ છે.
 
તામિલનાડુમાં 60થી વધુની વય જૂથમાં કેસોમાં જે ઘટાડો આવ્યો છે, તેની ટકાવારી અપેક્ષા કરતાં ઓછી છે અને તે ઐતિહાસિક મર્યાદામાં જ છે. શું આપણે તેને વૅક્સિનની અસર કહી શકીએ? આમ કહેવું નિશ્ચિતરૂપે જ વહેલું છે, કારણકે કોરોના વાઇરસ દરેક વય-જૂથમાં એકસરખી રીતે ફેલાઈ રહ્યો છે.
 
તો શું આપણે માહિતી મળી શકે છે કે કોરોના વાઇરસના વધતા કેસો સામે વૅક્સિન અસરકારક છે?
 
આવનારા દિવસોમાં જે નવા કેસો નોંધાઈ રહ્યાં છે, તેમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યામાં ઘટાડો આવે અને હૉસ્પિટલોમાં દાખલ થતાં દર્દીઓમાં યુવાનો વધુ હોય તો એવું અનુમાન લગાવી શકાય કે વૅક્સિન કામ કરી રહી છે.
 
રસીકરણ અમલમાં મુકાયા બાદ કેરળમાં જે નવા કોરોના વાઇરસના કેસો નોંધાયા છે તેમાં આરોગ્ય કર્મચારીઓની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
 
ગત મહિના કરતાં તેમાં 40 ટકા જેટલો ઘટાડો આવ્યો છે. રાજ્યના પ્રારંભિક આંકડા સૂચવે છે કે નવા કેસો સતત આવી રહ્યા હોવા છતાં રસીકરણના કારણે નવા કેસોમાં ઘટાડો આવ્યો છે.
 
મ્યાનમારની સેનાનો અનેક જિલ્લાઓમાં માર્શલ લૉ, પોલીસ-સેનાના ગોળીબારમાં 50 લોકો મૃત્યુ પામ્યાં
 
રસીકરણના આંકડા અત્યાર સુધીની ટોચ પર છે પરંતુ મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક જેવાં મોટાં રાજ્યોમાં સ્પષ્ટ રીતે શહેરી અને ગ્રામીણ વિભાજન જોઈ શકાય છે (ફકત આ રાજ્યોના જિલ્લા મુજબના ડેટા ઉપલબ્ધ છે).
 
તેની પાછળનું એક કારણ એ છે કે શહેરી વિસ્તારોના લોકો રસીકરણ વિશે વધુ જાગૃત છે અને તેઓ રસીકરણ વિશે માહિતી ધરાવે છે. એવી પૂરેપૂરી શક્યતા છે કે તેઓ રસીકરણ માટે હૉસ્પિટલોમાં આવે અને નોંધણી કરાવે.
 
દાખલા તરીકે, મુંબઈમાં 12 માર્ચ સુધી 60 વર્ષથી ઉપરના 190000થી વધુ લોકો વૅક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
 
એવી રીતે પુણે અને નાગપુર જેવાં મોટાં શહેરોના જિલ્લાઓમાં 69000 અને 49000 વરિષ્ઠ નાગરિકોએ વૅક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.
 
તેની સરખામણીમાં બીડ અને ધૂલે જેવા ગ્રામીણ જિલ્લાઓમાં 9000 કરતાં ઓછા સિનિયર સિટીઝનોએ વૅક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.
 
રસપ્રદ રીતે ગીચોગીચ શહેરી વિસ્તારોથી નિકળીને કોરોના વાઇરસ હવે નાના ગ્રામીણ જિલ્લાઓમાં ફેલાઈ ગયો છે.
 
થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રનો બીજા જિલ્લો અમરાવતી કોરોના વાઇરસના નવા કેસો માટેનું હૉટ-સ્પૉટ બની ગયો હતો.
 
અમરાવતીમાં રસીકરણ વિશેના આંકડા તપાસવામાં આવ્યા, તો સ્પષ્ટ જોવા મળ્યું કે રસીકરણમાં મોટું અંતર છે. 12 માર્ચ સુધી 16000 વડીલ લોકોએ વૅકિસનનો પ્રથમ ડોઝ લીધો હતો, જે અહમદનગર અને કોલ્હાપુરની સરખામણીમાં ખૂબ જ ઓછો છે.
 
શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણનું અંતર જેટલું ઓછું હશે એટલું એ કોરોના વાઇરસ સામે લડવામાં રાજ્યોને મદદ મળશે.
 

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના કહેર: ગુજરાતના મંત્રી ઈશ્વર પટેલ કોવિડ પૉજિટિવ, કોવિડની પહેલી રસી 13 માર્ચે લગાવાઈ હતી