Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

TOP NEWS : ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, કયા વિસ્તારોમાં પડશે વરસાદ?

Weather news in gujarati
, મંગળવાર, 30 જુલાઈ 2019 (11:22 IST)
ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગત 24 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં પાકિસ્તાનની સરહદ નજીક આવેલા વાવ અને થરાદમાં 230મીમી વરસાદ નોંધાયો હતો.
જ્યારે દિયોદરમાં 102મીમી વરસાદ નોંધાયો હતો. વાવ અને થરાદ તાલુકાના ગામોમાં પાણી ભરાયા હતા. એનડીઆરએફની ટીમોને થરાદમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
મંગળવારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર તથા કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
જ્યારે પાટણ, બનાસકાંઠા, વલસાડ, નવસારી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
કેટલાક જિલ્લાઓમાં બુધવારે પણ ભારે વરસાદ વરસે એવી શક્યતા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં રજુ થશે GTE-19 ગાર્મેન્ટ ટેક્નોલોજી એક્સપોની ૨૯મી આવૃત્તિ