સુપ્રીમ કોર્ટની માર્ગ સુરક્ષાસમિતિ દ્વારા ટીકા બાદ ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવામાં અપાયેલી છૂટ 'હંગામી' હતી. 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં જણાવ્યું કે, રાજ્યના સચિવ આ મામલે જવાબ આપશે.
સુપ્રીમ કોર્ટની માર્ગ સુરક્ષાસમિતિએ હેલ્મેટને 'વૈકલ્પિક' બનાવવા બદલ ગુજરાત સરકાર સમક્ષ જવાબ માગ્યો હતો.
મુખ્ય સચિવને આ મામલે લખાયેલા પત્રમાં રાજ્યમાં દ્વિ-ચક્રી વાહનો ચલાવતી વખતે હેલ્મેટને ફરજિયાત કરવાના નિર્દેશ અપાયા હતા.
આ અંગે વાત કરતાં રૂપાણીએ જણાવ્યું, "કાઉન્સિલ દ્વારા લખાયેલો પત્ર મુખ્ય સચિવને મળ્યો છે.""સરકારે કોઈ કાયદો ખતમ કર્યો જ નથી. હેલ્મેટનો કાયદો માત્ર હંગામી ધોરણે મોકૂફ રખાયો હતો."
મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલાં 4 ડિસેમ્બરે, ગુજરાત કૅબિનેટ દ્વારા એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો, જેમાં શહેરની અંદર હેલ્મેટ પહેરવી મરજિયાત કરી દેવાઈ હતી.