Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

સુદાન : ફેકટરીમાં બ્લાસ્ટ થતાં 23 લોકોનાં મૃત્યુ, મૃતકોમાં અનેક ભારતીય

Sudan
, ગુરુવાર, 5 ડિસેમ્બર 2019 (10:28 IST)
સુદાનની રાજધાની ખાર્તુમમાં એક સિરામિક ફેકટરીમાં એલપીજી સિલિન્ડરને લીધે થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટનામાં 130 લોકો ઘાયલ થયા હોવાની ખબર છે.
આ ફેકટરીમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો કામ કરતા હતા.
વિદેશમંત્રી એસ. જયશંકરે આ ઘટનાની પૃષ્ટિ કરી છે. જોકે, હજી સુધી બ્લાસ્ટમાં કેટલા ભારતીય લોકોનાં મૃત્યુ થયાં છે તે નથી જાણી શકાયું.
 
ખાર્તુમસ્થિત ભારતીય દૂતાવાસે એની વેબસાઇટ પર જાણકારી આપી છે અને એ મુજબ લાપતા લોકોમાં મૃત્યુ પામેલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હોય એમ પણ હોઈ શકે છે.
દૂતાવાસે જાહેર કરેલી માહિતી મુજબ અત્યાર સુધી 16 ભારતીયો લાપતા છે.
7 ભારતીયોને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને 3 લોકોને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.
 
ભારતીય દૂતાવાસે એમ પણ કહ્યુ કે કંપનીમાં કામ કરનારા 34 ભારતીયો સુરક્ષિત છે.
વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે સુદાનની રાજધાની ખાર્તુમમાં સિરામિક ફેકટરીમાં થયેલા મોટા વિસ્ફોટની માહિતી મળી છે. આ ઘટનાથી હું ખૂબ વ્યથિત છું. મૃતકોમાં કેટલાક ભારતીયો પણ છે અને કેટલાક ગંભીર રીતે ઘાયલ પણ છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે સવારે 11.45 વાગ્યે આરબીઆઈ જણાવશે કે તમારી ઇએમઆઈ કેટલી ઘટશે, રેપો રેટ ઘટશે