Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકસભા ચૂંટણી 2019 : મોદી સરકારની પાંચ વર્ષની કામગીરીનાં લેખાંજોખાં

લોકસભા ચૂંટણી 2019 : મોદી સરકારની પાંચ વર્ષની કામગીરીનાં લેખાંજોખાં
, બુધવાર, 27 માર્ચ 2019 (10:03 IST)
જાણો, 2014ના મૅનિફેસ્ટોમાં ભાજપે 393 વચન આપ્યાં હતાં, તેમાંથી કેટલાનું પાલન કર્યું. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'નૅશનલ ડેમોક્રેટિક'એ ભવ્ય વિજય હાંસલ કર્યો અને સરકાર બનાવી. મોદી સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, ત્યારે 2014માં ભારતીય જનતા પાર્ટીએ આપેલાં વચનોમાંથી કેટલાં વચનો પર કાર્યવાહી કરી, તેની પ્રગતિ ચકાસી હતી. મૅનિફેસ્ટોમાં આપવામાં આવેલાં વચનો ઉપર થયેલી પ્રગતિને ત્રણ શ્રેણીમાં વહેંચી હતી.
 
પૂર્ણ : જે વચનની ઉપર સંપૂર્ણપણે અમલ થયો હોય.
 
કાર્યરત : નવી યોજના, નીતિ, સમિતિનું ગઠન, નાણાકીય ફાળવણીમાં વૃદ્ધિ, કાયદામાં સુધાર વગેરે પગલાં લઈને સરકાર વચનપૂર્તીની દિશામાં આગળ વધી હોય.
 
અપૂર્ણ : જે વચનની દિશામાં સરકારે કોઈ પ્રગતિ ન કરી હોય. સરકારે વચનપૂર્તીની દિશામાં પ્રસ્તાવ તૈયાર કર્યાં હોય, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા નિરસ્ત કરી દેવાયાં હોય, તેવાં વચનોને પણ આ શિર્ષક હેઠળ સમાવવામાં આવ્યાં છે.
 
અમારી ડેટા ટીમે દરેક વચન ઉપર થયેલી પ્રગતિને જાતે ચકાસી હતી. સંસદમાં પૂછાયેલા સવાલોના જવાબ, સત્તાવાર રિપોર્ટ અને સર્વેના આધારે પ્રગતિ નક્કી કરવામાં આવી હતી. આ ડેટા પહેલી માર્ચની સ્થિતિ પ્રમાણેનો છે.
 
અમે 2014ના મૅનિફેસ્ટોમાંથી 393 વચનોને તારવ્યાં હતાં, જેમાંથી 346ને વિશ્લેષણ માટે તારવવામાં આવ્યાં હતાં.
 
અમુક વચનનો ઉલ્લેખ એક કરતાં વધુ વખત હતો અથવા તો એટલા સામાન્ય હતા કે તેની ઉપર થયેલી પ્રગતિને માપી ન શકાય. અમે 'શાસન'ની શ્રેણી હેઠળ મૂકી શકાય તેવા 346 વચનને અલગ તારવ્યાં. સરકારે તેના 34 % વચન પૂર્ણ કર્યાં છે. કૃષિક્ષેત્રે અપાયેલાં 17 વચનોમાંથી પાંચ પૂર્ણ કર્યાં છે. 10 અલગઅલગ શ્રેણીમાંથી 'અર્થતંત્ર' સંબંધિત વચનો સૌથી વધુ પૂર્ણ થયાં હતાં. આ શ્રેણી હેઠળ આપવામાં આવેલાં 19માંથી 11 વચન પૂર્ણ થયાં છે.
 
'મહિલા' સંબંધિત 20 વચન આપવામાં આવ્યાં હતાં, જેમાંથી 11 પૂર્ણ થયાં છે. આવી જ રીતે 'લઘુમતી' માટે અપાયેલાં 12માંથી 6 વચન પૂર્ણ થયાં છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતમાંથી અમિત શાહની ઉમેદવારી સ્પેશિયલ 26નું વલય રચી શકશે?