Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હર હિન્દુ કી યહી પુકાર, પહેલે મંદિર ફિર સરકાર.. VHP અને શિવસેનાના 1 લાખ કાર્યકર્તાઓ ભેગા થશે, ચુસ્ત સરકાર

હર હિન્દુ કી યહી પુકાર, પહેલે મંદિર ફિર સરકાર.. VHP અને શિવસેનાના 1 લાખ કાર્યકર્તાઓ ભેગા થશે, ચુસ્ત સરકાર
, શનિવાર, 24 નવેમ્બર 2018 (12:08 IST)
અયોધ્યામાં આગામી 48 કલાક ખૂબ મહત્વના છે. પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહ પરિવાર લગભગ બે વાગ્યે ફૈજાબાદ એયરપોર્ટ પહોંચશે. જેને માટે તેઓ મુંબઈથી રવાના થઈ ચુક્યા છે. ઠાકરે અહી સાધુ-સંધો સાથે મુલાકાત કરશે. જો તમનેયાદ હોય તો તેમણે અગાઉના દિવસોમાં અયોધ્યામાં મંદિર નિર્માણ માટે શિવાજી સ્મારકમાંથી માટી ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે હજારો શિવસૈનિકો ટ્રેન અને અન્ય સાધનો દ્વારા અયોધ્યા પહોંચવા માંડ્યા છે. બીજી બાજુ 25 નવેમ્બરના રોજ વિશ્વ હિન્દુ પરિષદની તરફથી ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં લગભગ 1 લાખ સંતોના પહોંચવાની શક્યતા છે. આ તમમ કાર્યક્રમોને ધ્યાનમાં રાખતા અયોધ્યામાં સુરક્ષાની અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. 
 
લોકોએ કર્યો જરૂરી સામાન અને સ્ટોક 
 
શહેરના ચારેય બાજુ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે એવુ કહેવાય રહ્યુ છે કે મુસ્લિમ સમુહમા ભયનુ વાતાવરણ છે. કેટલાક લોકોએ શુક્રવારે જ ઘરનો બધો જરૂરી સામાનનો સ્ટોક ભરી લીધો છે. તેમણે રાશન, ફળ અને શાકભાજી તેમજ દવાઓનો સ્ટોક કરી લીધો છે. દરેક કોઈ પોત પોતાના ઘરમાં સુરક્ષિત થઈ ચુક્યા છે. અનેક લોકોને આ વાતનો ભય છે કે ક્યાક 6 ડિસેમ્બર 1992 જેવી ઘટના ફરીથી ન થઈ જાય. 
 
લોકો રોજ કરતા વધુ શાકભાજી અને અન્ય જરૂરી સામાન ખરીદી રહ્યા છે. વેપારીઓનુ કહેવુ છે કે સમગ્ર શહેરમાં ખૂણે ખૂણે પોલીસ દળ ગોઠવાયુ છે. જેને કારણે લોકો ગભરાયા છે.  અયોધ્યામાં કોઈપણ પ્રકારની બબાલ ન થાય એ માટે સેકડોની સંખ્યામાં પોલીસકર્મચારીઓ ગોઠવાયા છે. શહેરની સુરક્ષા જવાબદારી ADGP સ્તરના પોલીસ અધિકારીને સોંપવામાં આવી છે. આ ઉપરાંત 3 SSP, 10 ASP, 21 DSP, 160 ઈંસ્પેક્ટર, 700 કૉન્સ્ટેબલ, PACની 42 કંપની, RAFની 5 કંપની અને ATS કમાંડોને સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યા છે.  ડ્રોન કેમરાની મદદથી દરેક સ્થાનની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. 
 
મુસ્લિમોએ કરી વધુ સુરક્ષાની માંગ 
 
અયોધ્યાના કલેક્ટર અનિલ કુમારે કહ્યુ કે અમે સ્થાનીક લોકો સાથે સતત સંપર્કમાં છીએ. ભયનુ વાતાવરણ બિલકુલ નથી. શિવસેના અને વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યક્રમ સરકારની અનુમતિ પછી જ આયોજીત કરવામાં આવ્યો છે. પ્રશાસનની શરત પર બધા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. તેથી ગભરાવવા જેવી કોઈ વાત નથી. સુરક્ષાને ધ્યાનમાં રકહતા શુક્રવારે 3 વધુ  IPS અધિકારીને અયોધ્યામાં ગોઠવવામાં આવ્યા છે. જોનના બધા અધિકારી 24 કલાક કૈપ લગાવીને અને આમ તેમ ફરી ફરીને નજર રાખશે.  બીજી બાજુ VHP અને શિવસેનાની વધતી ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા  રામ મંદિર મામલામં એક પક્ષકાર ઈકબાલ અંસારીએ સરકાર પાસે વધુ સુરક્ષાની માંગ કરી છે.  તેમણે અયોધ્યાના એસપી સિટીને ફોન કરી 24 અને 25 નવેમ્બર માટે સુરક્ષા વધારવાની માંગ કરી છે. 
webdunia
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 24 નવેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે અયોધ્યાના હવાઈ મથક પર પહોંચશે. 3 વાગ્યે તેઓ લક્ષ્મણ કિલ્લા જશે.  જ્યારબાદ શ્રી વિધ્વત સંત પૂજન અને આશીર્વાદોત્સવ કાર્યક્રમમાં સામેલ થશે. સાંજે 5.15 વાગ્યે નવા ઘાટ પર સરયૂ આરતીમાં તેઓ સામેલ થશે. 25 નવેમ્બરના રોજ તેઓ સવારે 9 વાગ્યે રામ જન્મભૂમિમાં રામલલાના દર્શન કરશે. બપોરે 12 વાગ્યે અયોધ્યામાં જ પ્રેસ કૉન્ફ્રેંસ કરશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યે તેઓ જનસભાને સંબોધિત કરશે. 3 વાગ્યે પરત રવાના થશે. અહીથી તેઓ મુંબઈ જવા નીકળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિધાનસભા ચૂંટણી - સટ્ટા બજાર મુજબ મપ્ર, રાજસ્થાનમાં કોંગ્રેસ અને છત્તીસગઢમાં ભાજપા