Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ram Mandir News- સુરતના કાપડ વેપારીઓ રામ મંદિરના મહાયજ્ઞમાં 31,500 કિલો ઘીનું યોગદાન આપશે

Ram Mandir News- Textile traders of Surat will contribute 31,500 kg of ghee to the Mahayagna of Ram Mandir
, બુધવાર, 3 જાન્યુઆરી 2024 (18:46 IST)
અયોધ્યા રામ મંદિરના મહાયજ્ઞમાં સુરતને પણ આશીર્વાદ મળશે. મહાયજ્ઞ માટે સુરતથી 31 હજાર 500 કિલો ગાયના ઘીનું યોગદાન કરવામાં આવશે. સુરતમાં મોટા ભાગના રાજસ્થાની કાપડ વેપારીઓ વસે છે. જેથી તેઓ દ્વારા મોટું ફંડ એકત્રિત કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાશે. રામલલ્લાની સ્થાપનાને લઇને સુરતમાં ઉત્સાહનો સંચાર થયો છે.અયોધ્યામાં રામલલ્લાની સ્થાપનાને લઇ સમગ્ર દેશમાં એક અનેરો આનંદ છવાયો છે. મહાયજ્ઞ માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. દરમિયાન મહાયજ્ઞને લઇને સુરતમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાયજ્ઞ માટે સુરતથી 31 હજાર 500 કિલો ગાયના ઘીનું યોગદાન આપવામાં આવશે.કાપડ વેપારીઓએ ત્રણ મહિનાની મહેનત થકી મોટી રકમનું ફંડ એકત્રિત કર્યું છે અને તે ફંડ રાજસ્થાન મોકલવામાં આવશે. અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે 1008 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

webdunia

મહાયજ્ઞને કારણે દેશભરમાંથી સેવાભાવી-ધાર્મિક સંસ્થાઓ, લોકો તરફથી યથાશક્તિ ફાળો, ફંડ આપવામાં આવી રહ્યું છે. વિવિધ સંસ્થા, સમાજના અગ્રણીઓ શક્ય એટલી મદદ કરી રહ્યા છે. આ અંગે કાપડ વેપારીએ જણાવ્યું હતું કે, જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્ય મહારાજના સાંનિધ્યમાં સુરત શહેરના હિન્દુ સમાજના લોકો દ્વારા 31 હજાર 500 કિલો ઘી મોકલવાનો સંકલ્પ કરાયો છે.

શહેરના રાજસ્થાની સમુદાયના કાપડ વેપારીઓ, ગૌભક્તો એવા અમિત શર્મા, નંદુ ઉપાધ્યાય, લલિત શર્મા, કૈલાશ અગ્રવાલ સહિતનાઓ દ્વારા ઘીની રાશિ એકત્રિત કરીને રાજસ્થાન મોકલવાનું આયોજન કરાયું છે. અંદાજે 200 જેટલા વેપારીઓએ ફાળો આપવામાં ઉત્સાહ દેખાડ્યો હતો અને હવે આ રાશિ રાજસ્થાન મોકલવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાડા સાત લાખ વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ લોન્ચ