Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અયોધ્યાનુ પ્રાચીન નામ શુ છે ?

અયોધ્યાનુ પ્રાચીન નામ શુ છે ?
, ગુરુવાર, 7 નવેમ્બર 2019 (18:26 IST)
अयोध्या नाम नगरी तत्रासील्लोकविश्रुता |
मनुना मानवेन्द्रेण या पुरी निर्मिता स्वयम् || रामायण १-५-६
 
સરયુ નદીના તટ પર વસેલી અયોધ્યા નગરી રામાયણ મુજબ વિવસ્વાન (સૂર્ય)ના પુત્ર વૈવસ્વત મનુ મહારાજ દ્વારા સ્થાપિત કરવામાં આવી  હતી સ્કંદ પુરાણ મુજબ અયોધ્યા ભગવાન વિષ્ણાના ચક્ર પર વિરાજમાન છે. અહી હિન્દુઓની પ્રાચીન સપ્ત પરિયોમાંથી એક છે.
 
કહેવાય છે કે અયોધ્યા શબ્દ અયુદ્ધાનુ બગડેલુ સ્વરૂપ છે.  રામાયણ કાળમાં આ નગર કોસલ રાજ્યની રાજધાની હતુ. ભગવાન રામના પુત્ર લવએ શ્રાવસ્તી નગરી વસાવી હતી. બૌદ્ધ કાળમાં આ શ્રાવસ્તી રાજ્યનુ 
પ્રમુખ શહેર બની ગયો અને તેનુ નામ સાકેત પ્રચલિત થયુ.  કાલિદાસે ઉત્તર કોસલની રાજધાની સાકેત અને અયોધ્યા બંનેના નામનો ઉલ્લેખ કર્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે બૌદ્ધ કાળમાં કોસલના બે ભાગ થઈ ગયા હતા. ઉત્તર કોસલ અને દક્ષિણ કોસલ જેની વચ્ચે સરયુ નદી વહેતી હતી.  અયોધ્યા કે સાકેત ઉત્તરી ભાગની અને શ્રાવસ્તી દક્ષિણી ભાગની રાજધાની હતી. આ કાળમાં શ્રાવસ્તીનુ મહત્વ અધિક હતુ.  કહેવાય છે કે બૌદ્ધ કાળમાં જ અયોધ્યાના નિકટ એક નવી વસ્તી બની ગઈ હતી. જેનુ નામ સાકેત હતુ. જીપી મલલસેકર, ડિક્શનરી ઑફ પાલિ પ્રાપર નેમ્સના ભાગ 2 પુષ્ઠ 1086 ના મુજબ પાલિ પરંપરાના સાકેતને સઈ નદીના કિનારે ઉન્નવ જીલ્લામાં સ્થિત સૃજાનકોટ સાથે જોડવામાં આવી છે.  જ્યાના ખંડેર આ વાતનો પુરાવો છે. 
 
કેટલાક વિદ્વાનો મુજબ પ્રાચીન સમયમાં અયોધ્યા કોસલ ક્ષેત્રના એક વિશેષ ક્ષેત્ર અવધની રાજધાની હતી. તેથી તેને અવધપુરી પણ કહેવામાં આવતુ હતુ. અવધ અર્થાત જ્યા કોઈનો વધ ન થયો હોય.   
 
અયોધ્યાનો અર્થ - જેને કોઈ યુદ્ધથી જીતી ન શકાય. સ્કંદ પુરાણ મુજબ અયોધ્યા શબ્દ અ કાર બ્રહ્મા, ય કાર વિષ્ણુ છે અને ઘ કાર રુદ્રનુ સ્વરૂપ છે.  તેનો શાબ્દિક અર્થ છે જ્યા પર યુદ્ધ ન થયુ હોય. 
 
એવુ કહેવાય છે કે અયોધ્યાનુ જુનુ નામ પણ અયોધ્યા જ હતુ. કારણ કે વાલ્મીકિ રામાયણમાં તેનુ નામ અયોધ્યા વર્ણવેલુ છે અને પુરાણોમાં જ્યારે પ્રાચીન સપ્ત પરિયોનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે પણ તે નામોલ્લેખમાં અયોધ્યા શબ્દ નો જ ઉપયોગ કરવામાં આવે છે. 
 
અથર્વ વેદમાં અયોધ્યાને ઈશ્વરનુ નગર બતાવ્યુ છે.  અષ્ટચક્રા નવદ્વારા દેવાના પુરયોદ્ધા. નંદુલાલ ડે, ધ જિયોગ્રાફિકલ ડિક્શનરી ઓફ, એશ્યેંટ એંડ મિડિવલ ઈંડિયાના પુષ્ઠ 14 પર લખેલા ઉલ્લેખ મુજબ રામના 
સમય આ નગરનુ નામ અવધ હતુ. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગ્રાહકો રેસ્ટોરન્ટો અને હોટલોના રસોડામાં પ્રવેશી શકશે, ગુજરાત સરકારનો નવો કાયદો