Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાપ્તાહિક રાશિફળ - 11 દિસંબર થી 17 દિસંબર 2016

સાપ્તાહિક રાશિફળ - 11 દિસંબર થી 17 દિસંબર 2016
, રવિવાર, 11 ડિસેમ્બર 2016 (09:23 IST)
મેષ- આ અઠવાડિયા સૂર્ય દેવ રાશિ બદલીને ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. અને મંગળ કુંભ રાશિમાં એટલે કે તમારી રશિથી લાભ ભાવમાં છે જે મિત્રો , મોટો સહયોગ અપાવવા માટે શુભ ફળદાયી રહેશે. અઠવાડિયાની શરૂઆત સમયમાં ભાગ્યની ઉન્નાતિ માટે ક્રિયાશીલ અને નિષ્ઠાવાન બનવું. અઠવાડિયાનો મધ્ય ભાગ પારિવારિક કલેશના કારણે થોડું તનાવપૂર્ણ રહેશે. આર્થિક દૃષ્ટિથી પણ કોઈ નુકશાન હોવાના યોગ બની શકે છે. આ સમયે ધંધામાં પણ ભાગીદાર કે ધંધાથી સંબંધિત માણ્સના સાથે પણ કલેશ કે વૈચારિક મતભેદ હોવાની શકયતા છે. 
વૃષભ- આ અઠવાડિયા સૂર્ય ધનુ રાશિ અને મંગળ કુંભ રાશિમાં ભ્રમણ કરશે. જે તમારા માટે સામાન્ય ફળદાયી રહેશે. સૂર્ય તમારી રાશિથી અષ્ટમ ભાવથી હોવાથી સ્વાસ્થયમાં તકલીફ રહેશે અને કામમાં મુશ્કેલી આવશે. મંગળ કુંભ રાશિમાં થી અને કેતુ પરથી ગુજરી રહ્યા છે. જેના કારણે તમને વિદેશ કે ભાગીદારેના કામ એકદમ શરૂ થશે  અને એકદમ બંદ થઈ જશે. તેમની અચાનક સગાઈ પાકી થઈ જશે કે અચાનક વાત આગળ વધતા અટકાઈ જશે. અઠવાડિયાનો શરૂઆતી સમય મુશ્કેલી , ખર્ચ અને ધંધામાં કોઈ ખોટા નિર્ણયના કારણે એક્દમ નુકશાન થવાવાળા છે. 
 
મિથુન - આ અઠવાડિયા સૂર્ય રાશિ બદલીને ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારા દાંપત્યજીવનમાં ઉતાર-ચઢાવનો સંકેત આપી રહ્યા છે. મંગળ રાશિ બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તે પણ રમારા તમારા માટે અશુભ ફળદાયી રહેશે. જે આ અઠવાડિયાની વાત કરીએ તો શરૂઆતી એક દિવસ તમારા માટે ધનલાભ અને ધંધા કે નોકરી માટે શુભ સમય સિદ્ધ થશે. 12 અને 13 તારીખ તમારા માટે બિનજરૂરી ખર્ચ અને કાર્યમાં થોડા અટકળનો સંકેત આપી રહી છે. જીવનસાથીના સાથે મતભેદ આપી શકે છે. જ્યાં સુધી શકય હોય મૌન રાખવું અને નિર્ણય લેવામાં સમાધાનકારી રહેવું.  
 

 
કર્ક- આ અઠવાડિયા સૂર્યદેવ રાશિ બદલીને ધનુ રાશિ અને મંગળ રાશિ બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ રીતે તમારી રાશિ થી છ્ટમા ભાવમાં સૂર્ય તમને દુશ્મનના વિરૂદ્ધ વિજયી બનાવશે. અષ્ટમ ભાવમાં મંગળની ઉપસ્થિતિના કારણે આક્સ્મિક ચોટ લગાવના યોગ બની રહ્યા છે. અચાનક સ્વાસ્થયને હાનિ કે ઑપરેશનની નૌબત આવી શકે છે. તમે ધંધામાં કેટલીક નવા કાર્ય નહી કરી શકશો. નોકરીમાં પણ તમને બૉસની તરફથી પરેશાની રહેશે કે તેમનો સપોર્ટ નહી મળશે. 
 
સિંહ- આ અઠવાડિયા મંગળ રાશિ બદલીને કુંભ રાશિ એટલે કે તમારી રાશિથી સપ્તમ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે જે તમારા માટે બધા રીતે વિશેષકરીને વૈવાહિક જીવન અને ભાગીદારી માટે અશુભ ફળ આપશે. સૂર્ય તમને ધનુ રાશિ એટલે તમારી રાશિથી પંચમ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. પંચમ ભાવમાં સૂર્ય બુધનો યોગ અધ્યયનમાં પ્રગતિ કરાવશે. આ અઠવાડિયાનો પૂર્વાર્ધ તમારા માટે શુભ સિદ્ધ થશે. આ સમયે કોઈ લોનની જરૂરત હોય તો મળી શકે છે. વ્યાપાર અને આવકમાં વૃદ્ધિ માટે કાર્ય કરવા માટે શુભ સમય છે. 
 
કન્યા- આ અઠવાડિયા સૂર્ય રાશિ બદલીને ધનુમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારી રાશિથી ચોથા ભાવમાં સૂર્ય શુભ ફળ આપશે. હૃદયમમાં થોડી અશાંતિ અને બેચેની ઉતપન્ન કરશે. મંગળ રાશિ બદલીને કુંભ માં એટલે કે તમારી રાશિથી ષ્ષ્ટમ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. એ પોતે જ પરાજય સ્વીકાર કરી લેશે.  તમારા બારમા ભાવમાં રાહુનો પ્રભાવ ઓછું થવાથી તમને જે સમસ્યા થઈ રહી હશે તેમનો પણ અત્યારે ધીમે-ધીમે સમાધાન આવશે. તમે કોઈ મોટા નુકશાનથી બચી શકશો. 

 
તુલા- આ અઠવાડિયા સૂર્ય રાશિ બદલીને તમારી રાશિથી ત્રીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે.જે તમારા માટે શુભ ફળદાયી રહેશે. નવી યોજના બનશે અને નવા કામ માટે સાહસ અને હિમ્મત જાગૃત થશે સર્વ કાર્યમાં વિજય યોગ કહી શકાય છે. મંગળ રાશિ બદલીને કુંભ રાશિમાં એટલે કે તમારી રાશિથી પંચમ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. પંચમ ભાવમાં મંગળ કેતુના યોગ તમને ખાસ શુભ ફળ પ્રદાન નહી કરી શકશે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં અચાનક તકલીફ આવશે  કે વચ્ચમાં જ મૂકવાના યોગ પણ બનશે. અપેક્ષિત સફળતા માટે ખૂબ મેનહત કરવી પડશે. 
 
વૃશ્ચિક - આ અઠવાડિયા સૂર્ય રાશિ બદલીને ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારી રાશિથી બીજા ભાવમાં સૂર્યની ઉપસ્થિતિના કારણે વાણીમાં ઉગ્રતા આવી શકે છે. ઉગ્રતાના કારણે પરિવારમાં થૉડું વિવાદ પણ થશે. એ સિવાય મંગળ રાશિ બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. કેતુ અને મંગ૰ાની ચોથા ભાવમાં યુતિ તમને અશુભ ફળ આપશે. ઘરના સભ્યથી દૂર ક્યાં એકાંત સ્થાન પર જવાની ઈચ્છા થશે. અઠવાડિયાનો પૂર્વાર્ધમાં જીવનસાથીના સાથે સંબંધમાં નજીકતા થતા પર પણ જ્યારે0ત્યારે ક્લેશ કે અહંનો ટકરાવ હોવાના સંયોગ  બની શકે છે. 
 
ધનુ- આ અઠવાડિયા સૂર્ય રશિ બદલીને ધનુરાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારી રાશિમાં સૂર્ય અને બુધની યુતિ તમારા માટે શુભ રહેશે. પણ આંખમાં થોડી તકલીફ થવાની શકયતા રહેવાથી સંભળીને રહેવું કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. અને પહેલાથી તમારા મનમાં કોઈ વિચાર આવીને લઈ રહ્યા હોય તો તેના પર જરૂર અમલ કરી શકો છો. મંગળ રાશિ બદલીને કુંભ રાશિમાં કેતુથે ગુજરી રહ્યા છે. અને તમારી રાશિથી ત્રીજા ભાવમાં તેમનો ભ્રમણ થશે. મંગળનો આ રાશિમાં ભ્રમણ તમને સાહસ અને પરાક્રમની બાબતમાં શુભ રહેશે. 
 
webdunia
મકર - અઠવાડિયાનો પૂર્વાર્ધમાં મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારા વિચારમાં ઉગ્રતા ન આવે તે વાતનો ધ્યાન રાખવું. તમને આ સમયે ખાસ તૂપથી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. આથી સેલ્સ અને માર્કેટિંગથી સંકળાયેલા જાતકને ખાસ વિનમ્રતા રાખવી પડશે. માતાની તબીયત પણ નરમ-ગરમ થશે. જમીન મકાન કે કામ કરતા જાતકને આ અઠવાડિયા ફાયદા રહેશે. સ્વાસ્થયના ખાસ ધ્યાન રાખવું. 
 
 
કુંભ- અઠવાડિયાની શરૂઆતમાં મંગળ મંગળ કુંભ રાશિમાં પ્રવિષ્ટ થઈને કેતુ સાથે યોગ બનાવશે. તમારામાં સહસિકતા વધશે. નવા કાર્ય શરૂ કરવાના અડવેંચરની પ્રવૃતિમાં ભાગ લેવા માટે તમારામાં ઉત્કુષ્ઠા વધશે. તમારું વધારે ઉમંગ સાથે કેટલા જ કાર્ય પૂરણ કરવાની પ્રશંસાના ભાગી બનશે. મિત્રો અને ભાઈ બેન સાથે સંબંધોમાં સામીપ્ય વધશે. જૂના મિત્રો સાઅથે મુલાકાત અને તેમના સાથે ફરવાના પ્રબળ યોગ બનતા જોવાઈ રહ્યા છે. 
 
મીન- આ અઠવાડિયા સૂર્ય રાશિ બદલીને ધનુ રાશિમાં એટલે કે તમારી રાશિથી દસમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારી માન - પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મંગળ રાશિ બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. પણ તેમનું ફળ તમને આધાથી ઓછું મળશે.  આવતા સમયમાં તમને લોહી વહે એવું ઘા લગવાની કે દુર્ઘટનાની શકયતા વધારે રહેશે. મશીનરીમાં કામ કરતા જાતકને સંભળવું પડશે. સ્વાસ્થય પર ખર્ચની માત્રા વધી શકશે. પોતેને કે કોઈ પરિવારજનને હોસ્પીટલમાં ભરતી થવું પડશે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધનની ઉણપ દૂર કરવા માટે કરો, 12 રાશિઓના 12 ઉપાય વાંચો.